Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
[ ચતુર્થ
૧૫૪
વૈરાગ્યરસમંજરી પરોપકારથી જીવનની સાર્થકતા---
–“પરોપકારમાં જ પોતાનો ઉપકાર રહેલો છે ( અર્થાત પરમાર્થમાં જ સ્વાર્થ સંધાય છે) એમ સુજ્ઞો માને છે. પરોપકાર વિનાના નીચનું જીવન શા કામનું છે?'–૧૧૮
पशवोऽपि वराश्चम-दुग्धायैरुपकारिणः ।
परोपकारशून्यस्य, नरस्य जीवितं च धिक् ॥ ११९ ॥ પરોપકાર વિહીન જીવનની નિસારતા
–“ચામડું, દૂધ વગેરેથી પશુઓ પણ પરના ઉપર ઉપકાર કરે છે, (તે પછી ) પરોપકાર નહિ કરનારા માનવના જીવનને ફિટકાર છે.”—૧૧૯
ज्ञानदानं वरं प्रोक्त-मन्तज्योतिःप्रकाशकम् ।
जोवोऽतत्त्वानि तत्त्वानि, ज्ञात्वा स्यात् सुखभाजनम्॥१२०॥ જ્ઞાન-દાનની શ્રેષ્ઠતા--
–“( સર્વે દાનમાં ) અન્તઃકરણમાં જોતિ પ્રકટાવનારૂં જ્ઞાન-દાન *ઉત્તમ છે, કેમકે એના વડે અત તેમજ ત જાણીને જીવે સુખનું ભજન બને (છે). ”—૧ર૦ આહારાદિ દાનની તુલના
સ્પષ્ટી–આહાર-દાન, ઔષધ-દાન, અભય-દાન અને જ્ઞાન–દાન એમ દાનના ચાર પ્રકાર પાડી શકાય છે. તેમાં આહાર-દાન એક દિવસની સુધા મટાડી શકે છે, ઔષધ-દાન અનેક દિનથી પીડાતા રોગીને રેગથી મુક્ત કરે છે અને અભયદાન એક જન્મને માટે જીવને નિર્ભય બનાવે છે, જ્યારે જ્ઞાન-દાન તે જીવને સદાને માટે અજર, અમર, સુધાદિથી મુક્ત અને નિર્ભય બનાવવા સમર્થ છે. આ પ્રમાણે ચાર પ્રકારના દાનની ઉત્તરેત્તર વિશેષતાને વિચાર કરતાં જ્ઞાન-દાનને શ્રેષ્ઠ માનવામાં કયે મનીષી આનાકાની કરે ? કેમકે પ્રથમનાં ત્રણ દાને તે એક ભવ સુધી અથવા તે તે જન્મમાં પણ અમુક વખત સુધી જ જીવને સહાયતા આપે છે, જ્યારે જ્ઞાન-દાન ભવભવ ઉપકારી છે. વળી આહારાદિ ત્રણ દાને તે શારીરિક બાધાઓને વિનાશ કરવા સમર્થ છે અર્થાત તે શરીરને સહાયક છે, જ્યારે જ્ઞાન-દાન તે આત્મિક વિકાસમાં આત્માના
૧ જુઓ પૃ. ૧૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org