Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૫૮ વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ સમ્યગ્દષ્ટિ જ હોઈ શકે. વળી પાત્રને દાન દેવામાં ભક્તિ અને શ્રદ્ધા કારણ ભૂત છે, જ્યારે કુપાત્ર કે અપાત્રને દાન દેતી વેળા દયા એ હેતુ છે.
ઉપદેશતરંગિણ (પૃ. ૧૨)માં તે ત્યાં સુધી કહ્યું છે કે" पात्रे धर्मनिबन्धनं तदितरे प्रोद्यद्दयाख्यापक
मित्रे प्रीतिविवर्धकं रिपुजने वैरापहारक्षमम् । भृत्ये भक्तिभरावह नरपतौ सम्मानपूजापदं
મા જ અશાં જીવતર ન વધ્યો નિજ II –શાર્દૂલ૦ અર્થાત પાત્રને દીધેલું દાન ધર્મનું કારણ બને છે, અપાત્રને દીધેલું દાન ઉદય પામતી દયાનું કથન કરે છે, મિત્રને આપેલું દાન અનેહમાં વધારો કરે છે, શત્રુજનને આપેલું દાન દુશ્મનાવટને દૂર કરવામાં સમર્થ બને છે, નોકરને આપેલું દાન ભક્તિના સમૂહને ભજનારું થાય છે, રાજાને આપેલું દાન સમાન અને પૂજા આપનારું થાય છે અને ભટ્ટ વગેરેને આપેલું દાન કીર્તિકારી થાય છે. એ પ્રમાણે અહો કઈ પણ સ્થળે દીધેલું દાન નિષ્ફળ જતું જ નથી.
આ ઉપરથી એમ ફલિત થતું નથી કે સુપાત્રદિને દાન આપવાથી તેનાં ફળમાં કંઈ વિશેષતા સંભવતી નથી; કેમકે ઉપદેશતરાગેણી (પૃ. ૧૩)માં કહ્યું
निदर्शनं व्रतनिकाययुत कुपात्र
કુમોકિત નામgrafમહું હિ for II”–વસન્ત અર્થાત સમ્યગ્દર્શન તેમજ મહાતથી અલંકૃત એટલે કે ઓછામાં ઓછા છે ગુણસ્થાનકે આરૂઢ એવા મુનિવર્યને “ઉત્તમ પાત્ર” તું જાણ. અણુવ્રતથી વિભૂષિત અર્થાત પાંચમે ગુણસ્થાનકે રહેલા માનવને “મધ્યમ પાત્ર', તોથી રહિત કિન્તુ સમ્યગદષ્ટિવાળા જનને એટલે કે ચતુર્થ ગુણસ્થાનવતી મનુષ્યને “જઘન્ય પાત્ર', સમ્યગદર્શનથી રહિત કિન્તુ વતના સમૂહથી યુક્ત એવાને “કુપાત્ર ” અને સમ્યગ્દર્શન તેમજ વ્રત એ બંનેથી વિમુખ જનને અપાત્ર’ તું જાણુ આ પદ્યના પ્રવધેમાં સચવાયેલા અર્થ નિમ્નલિખિત ગાથામાં જોવાય છે. -
" उत्तमपत्तं साह मज्झिमपत्तं च सावया भणिया ।
વરસમઢિી , નહ#vસં મુકવું ! ”–આર્યા [ उत्तमपात्रं साधुर्मध्यमपात्रं च श्रावका भणिताः ।
अविरतसम्यग्दृष्टिर्जघन्यपात्रं ज्ञातव्यम् ॥ ] ૧ આ પદ્ય ધર્મપકુમના તૃતીય પલ્લવમાં ૪ર મા કરૂપે પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org