Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૪૮
વૈરાગ્યરસમ જરી
દાનથી રત્નાનુ સંપાદન.---
શ્લે॰~~‘ સાચવાનુ દાન દેવાથી ઉત્પન્ન થયેલા પુણ્યથી, પત્નીના સતાયા કાઇક રકે ગ્રહણ કરેલા કાંકરા રત્ના થઇ ગયા.”—૧૧૬
પ્રસ્તુત કથા
સ્પષ્ટી-ઉપદેરાતરંગિણી (પૃ. ૩૧)માં આ કથાના પ્રારંભ કરતાં કહ્યું
છે કે
“ મુનિત્રાપાથેય-મસ્તુપુજ્યેન ચિત્ ।
નિયતા નીવી, બાલા સામળીમથી ૫ગા’-અનુ॰
‘રાજગૃહ’ નગરમાં ધનસાર નામના એક વ્યવહારી રહેતા હતા. એક એક દિવસને આંતરે તે ઉપવાસ કરતા હતા. રાજ સવારે અને સાંજે એમ બે વાર પ્રતિક્રમણ કરતા હતા. ત્રિકાલ જિન-પૂજા કરી પાતાના માનવ-જીવન ને તે સાક કરતા હતા. લક્ષ્મી ભાગ્યે જ ચિરસ્થાયિની હાય છે એ વાત આ સમૃદ્ધિશાળી શેઠના સબંધમાં પણ ખરી પડી. પાતાના નિર્વાહ કરવા જેટલું પણ તેની પાસે દ્રવ્ય ન રહ્યું. આથી પત્નીની પ્રેરણાથી ભાથા તરીકે સાથવા લઇને તે ‘ગાર’ ગામમાં વસતા પોતાના સાળા કને પૈસા માંગવા ગયા. પરંતુ ગરીબના કાણુ એલી છે ? પૈસા મળવા તે બામ્બુ પર રહ્યા, કિન્તુ સાળાએ તેનું અપમાન કરી તેને વિદાય કર્યા. ત્યાંથી ધનસાર વીલે મે પાછા ફર્યા અને એક નદીને કાંઠે આવી પહોંચ્યા. ત્યાં એક મુનિરાજના દર્શનના તેણે લાભ મળ્યા. એક માસના ઉપવાસી આ મહિર્ષને તેણે રાાથવા વડે પારણું કરાવ્યું, પત્ની પૂછે તો શા જવાબ દેવા તેના વિચાર આવતાં તેણે ગાળ અને સુંદર વર્ણના કાંકરાએથી પાતાની નીલી ભરી લીધી અને ઘર ભણી ચાલવા માંડયું. ઘેર આવ્યા પછી જ્યારે નીવી જોઇતા તેમાં કાંકરાને બદલે ઘણાં મૂલ્યવાળાં રત્ના નજરે પડયાં. આ બધા શારાન-દેવતાના પ્રભાવ જાણી વ્યવ હારી રાજી થયા અને તેના દિવસ પહેલા કરતાં પણ વધારે સારી રીતે પસાર
થવા લાગ્યા.
Jain Education International
[ ચતુર્થ
ગ
भूयांसो भवतस्तीर्णा, दानपुण्यप्रभावतः । शालिभद्रभवं पश्य, दानमाहात्म्यसूचकम् ॥ ११७ ॥ જ્ઞાનથી સ’સાર-તરણુ
લા–“ દાનના પુણ્યના પ્રભાવથી ઘણા( જેના ) સંસારથી તરી ગયા છે.
珠
For Private & Personal Use Only
www.jainelibrary.org