Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
૧૫૧
મને નાહક શા સારૂ બેલા છો ? ભદ્રાએ કહાવ્યું કે આ કઈ વેચાતી લેવા જેવી ચીજ નથી, પરંતુ આ તે આપણા સ્વામી છે-રાજા છે. આ વચન શાલિભદ્ર સાંભળ્યું એટલે તેને ખેદ થયો કે શું હજી મારે માથે સ્વામી છે? માતાના આગ્રહને માન આપી તે પોતાની પત્નીઓ સાથે નીચે ઉતર્યો અને વિનયથી રાજાને વંદન કર્યું. રાજાએ તેને પિતાના પુત્રની પેઠે પ્રેમમી વધાવ્યો અને પિતાના ખોળામાં બેસાડે. થોડીવારે ભદ્રા હાથ જોડીને બોલી કે હે નૃપતિ ! એને છેડી દો. મારો પુત્ર માનવ હેવા છતાં તે મનુષ્યની ગંધથી બાધિત થાય છે. આથી રાજાએ તેને મુક્ત કર્યો, એટલે તે સાતમે મહેલે પિતાની પત્નીઓ સાથે ચાલતો થયે.
હવેથી શાલિભદ્રના મનમાં સંસારની અસારતાના વિચારો ઘોળાવા લાગ્યા. એવામાં ચાર જ્ઞાનના ધારક ધર્મપ નામના મુનિવર ઉદ્યાનમાં પધાર્યાની તેને ખબર મળી. આથી તે ત્યાં ગયો અને ત્યાં તેમની દેશના સાંભળી તેણે પ્રશ્ન પૂછે કે હે મુનિવર ! આપણે માથે કે સ્વામી ન રહે એ માટે શું કરવું ઉચિત છે? મુનિ બોલ્યા કે દીક્ષા લેવાથી એ કાર્ય સિદ્ધ થશે અને વિશેષમાં બેલેથનું સ્વામીપણું મળશે. મુનીશ્વરની રજા લઈ શાલિભદ્ર ઘેર આબે અને માતાની સંમતિ માંગી. ભદ્રાએ કહ્યું કે હે પુત્ર! તું દીક્ષા લેવા તૈયાર થયો છે તે યુક્ત છે, કેમકે તારા જેવા પુત્રને ધર્મ પિતાનું અનુકરણ કરવું ઘટે. પરંતુ આ કંઈ માઈકાંગલાને કે કાયરનો માર્ગ. નથી. આ દીક્ષા લેનારમાં પૂરેપૂરું વીર્ય ફેરવવાની શક્તિ હોવી જોઈએ, કેમકે લેખડના ચણા ચાવવા કે તરવારની ધાર ઉપર ચાલવું તે સહેલું છે, પરંતુ આ કાર્ય તે અને તેમાં પણ દિવ્ય ભેગોથી લાલિત–પાલિત થયેલા તારા જેવા માટે તે એ અતિદુષ્કર છે, છતાં જે તારે નિશ્ચય દઢ હય, તારામાં વૈરાગ્યની ઉત્કટ ભાવના જાગી હોય તે તું એ માર્ગને સુખેથી ગ્રહણ કરજે. અત્યારે તે ધીરે ધીરે ભેગોને ત્યજવાને તું અભ્યાસ કરે અને પછી દીક્ષા ગ્રહણ કરી તેને તું દીપાવજે. માતાની અનુજ્ઞા મળવાથી શાલિભદ્ર રોજ એક એક પત્ની અને એક શય્યાને ત્યાગ કરવા લાગે. - શાલિભદ્રની સૌથી નાની બેનને આ વાતની ખબર પડી. તેવામાં તે પિતાના પતિ ધન્યને સ્નાન કરાવતી હતી એટલે તેની આંખમાં આંસુઓ આવ્યા. ધન્ય તે જોયું અને રુદન કરવાનું કારણ પૂછ્યું. સત્ય હકીકતથી વાકેફગાર થતાં ધન્ય ટકેર કરી કે એક એક પત્નીને છેડે તે કંઈ બહાદુર માણસનું કામ નથી. એ તે શિયાળ જેવા બીકણનું કર્તવ્ય છે. તારે ભાઈ તે કમતાકાત જણાય છે. આ સાંભળીને ધન્યની બીજી પત્નીઓ બોલી ઉઠી કે દીક્ષા લેવી સહેલી છે તે તમે કેમ લેતા નથી? ધન્ય જવાબ આપે કે આજની આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org