Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
[ ચતુર્થ
૧૨૦
વૈરાગ્યરસમંજરી સવાર પડતાં દઢપ્રહારી ગામના ઉત્તર દરવાજે આવી ધ્યાનાવસ્થામાં આરૂઢ થયા. ગામબહાર જતાં કેટલાક લેકેએ એમને તરત ઓળખ્યા. સાધુને વેશ જોતાં તેઓ એમને છૂર્તિ માનવા લાગ્યા. એમની આ સ્થિતિની વાત વાયુ વેગે ગામમાં પ્રસરી ગઈ. જુદા જુદા માને ત્યાં આવી પહોંચ્યા અને પિતાને, પિતાનાં પિતા, માતા, ભ્રાતા, પત્ની, પુત્રી, પુત્ર કે સગાંવહાલાંમાંથી જે કોઈને આ મુનિએ દુઃખ દીધું હતું તે યાદ લાવીને તેમનામાંથી કેટલાક લાકડી વડે, તે કોઈ હાથ વડે તે કઈ પત્થર વડે એમની પૂજા કરવા લાગ્યા. વળી કેટલાક એમને પુષ્પાંજલિ સંભળાવવા લાગ્યા. નિર્ભર્સના કરવામાં તેમણે કચ્ચાસ ન રાખી, પરંતુ દઢપ્રહારીએ પિતાનું ચિત્ત દઢ રાખીને તેમાં વિકાર ઉત્પન્ન થવા ન જ દીધે. તેઓ પોતે ઉદ્વિગ્ન ન થતાં શાંતિથી ગાળાગાળી અને મારઠોક સહન કરી ગયાં અને તેમ કરી તેમણે સંકડે દુષ્ટ કમેને ખપાવી નાંખ્યાં. દેઢ મહિના સુધી ક્ષમાથી તેને બંધન, તાડન, તર્જન સહન કર્યા, એટલે લેકેને પણ ગુસ્સે શાંત પડી ગયે.
ગાળ દેવા કે મારવા આવતું જ્યારે કઈ જણાયું નહિ એટલે આ શ્રમણ પૂર્વના દરવાજે જઈ પહેલાની જેમ ધ્યાનસ્થ થઈ રહ્યા. ત્યાં પણ જ્યારે દોઢ મહિને વીત્યા પછી તેનાં કુકર્મો યાદ કરાવનાર લેકેની આવજા બંધ પડી એટલે તેઓ દક્ષિણ દરવાજે અને પછીથી પશ્ચિમ દરવાજે દેહ દેઢ મહિના સુધી રહ્યા. આ પ્રમાણે છ મહિના નિરાહારપણે તેમણે અપૂર્વ શાંતિથી પસાર કર્યા. આથી તેમનાં બૈર્ય અને ધ્યાન તેમજ તેમને વિવેક અને તેમની ક્ષમા પરાકાષ્ઠાએ પહોંચ્યાં. દેહ ઉપરથી પણ તેમની મમતા ઉતરી ગઈ. આત્મરમણતા સિવાય અન્ય કોઈ સ્થળે તેમને આનંદ આવતા બંધ થયે. રમે રેમમાં આત્મ-ભાવ પ્રદીપ્ત થયો. સમાનતાની–વિશ્વબંધુત્વની અનુપમ ભાવના વિકસિત થઈ શુદ્ધ પરિણામની ઉત્તરેત્તર વૃદ્ધિ થતી ગઈ. મેગની અંતિમ અને અનન્ય અવસ્થામાં તેમણે પ્રવેશ કર્યો. આ પ્રમાણે ની અનુકરણીય અવસ્થામાં તેમણે ચરાચર જગતને સાક્ષાત્કાર કરાવનારું અનુપમ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે સમયમાં આયુષ્યાદિ ચાર અઘાતિકમેને પણ ક્ષય થતાં પરમ પદ પ્રાપ્ત કર્યું. આવા અપૂર્વ વીરના સંબંધમાં વિશેષ શું કહેવું ? એટલે “રાજે પૂર પૂરા ” આ સત્ય સૂક્તિનું સમર્થન કરનારા આ મહાત્માને કટિશ વંદન કરી આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org