Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક |
સાનુવાદ
16
કે પારકાને હલકા પાડવાની વૃત્તિ નથી. વસ્તુ-સ્થિતિનું અવલોકન કરાવવું એ જ એનું ધ્યેય છે. આથી તે પ્રત્યેક દર્શનમાં કંઇ ને કંઇ સત્યતા રહેલી છે એવી ઉદઘાષણા એ કરી શકે છે તેમજ એ સર્વને એક જ રંગમંડપમાં એકત્રિત પણ કરી શકે છે. વિશેષમાં ચિત્તની નિર્મલતા સોંધવામાં આ અનુપમ સાધનની ગરજ સારે છે. સંકુચિત દૃષ્ટિને તે એ તિલાંજલિ આપી વિશ્વબંધુત્વની આદરણીય અને અનુકરણીય ભાવના એ ખડી કરે છે. જે સ્યાદ્વાદને આવા અપૂર્વ પ્રતાપ છે, તેના સંબંધમાં કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના દર્શનશાસ્ત્રનાં મુખ્ય અધ્યાપક શ્રીયુત ફણિભૂષણ અધિકારી એમ. એ. મહાશયનું એ કથન છે કે~~
“સ્યાદ્વાદના સિદ્ધાન્ત ઘણા મહત્ત્વપૂર્ણ અને ખેંચાણુકારક છે. એ સિદ્ધાન્તમાં જૈન ધર્મની વિશેષતા તરી આવે છે. અને એ જ સ્યાદ્વાદ જૈન દર્શન’ની અદ્વિતીય સ્થિતિ પ્રકટ કરે છે. છતાં કેટલાકેાને મન સ્યાદ્વાદ એ એક ગૂઢ શબ્દ, તથા કેટલાકેાને તે તે ઉપહાસ્યાસ્પદ પણ લાગે છે. જૈન ધર્મમાં એ એક શબ્દ દ્વારા જે સિદ્ધાંત ઝલકી રહ્યા છે, તે ન સમજી શકવાથી જ કેટલાકેાએ તેને ઉપહાસ કર્યાં છે; એ અજ્ઞાનતાને પ્રતાપે જ કેટલાકેાએ તેમાં દોષો તથા ભિન્ન ભિન્ન અર્થાનાં આરોપણ કર્યું છે. હું તે એટલે સુધી કહેવાની હિંમત કર્ં છું કે વિદ્વાન શંકરાચાર્ય જેવા પુરુષ પણ એ દોષથી અળગા નથી રહી શકા. તેમણે પણ એ સ્યાદ્વાદ ધર્મ પ્રતિ અન્યાય કર્યો છે. સાધારણ યેાગ્યતા વાળા માણસા એવી ભૂલ કરે તે તે માફ કરી શકાય, પણ મને સ્પષ્ટ વાત કહેવાની રજા મળે તો હું કહીશ કે ભારતના એવા મહાન્ વિદ્વાન્ માટે એવા અન્યાય સર્વથા અક્ષમ્ય છે.’ જોકે હું પોતે એ મહર્ષિ પ્રતિ અતિશય આદરભાવથી નિહાળું છું, તથાપિ મને એમ ચોખ્ખું દેખાય છે કે તેમણે ‘વિવસન સમય” અર્થાત્ નાગા લેાકેાના સિદ્ધાંત એવું જે અનાદર સૂચવતું નામ જૈન ધર્મના શાસ્ત્રા વિષે વાપર્યું છે, તે કેવળ મૂળ જૈન ગ્રંથાને અભ્યાસ નહીં કરવાનું પરિણામ છે.
સ્યાદ્વાદ એક ભારે સત્ય તરફ આપણને દોરી ન્તય છે. હું એ વાત ઉપર ખાસ ભાર મૂકવા માગું છું કે વિશ્વના અથવા તેના કેઇ એક ભાગને જોવા માટે માત્ર એક કિાણ સર્વથા પૂર્ણ ન લેખી શકાય. ભિન્ન ભિન્ન દૃષ્ટિકાણથી જોઇએ તે જ અખંડ સત્ય જોઇ શકીએ. ખરૂં જોતાં આ વિશ્વ અસંખ્ય તત્ત્વ તથા પર્યાયના સમુદૃાયરૂપ છે, અને આપણા યથાર્થ જ્ઞાન પ્રાપ્તિનાં સાધના એટલાં અપૂર્ણ છે કે આપણા પરિચિત દ્રષ્ટિકાણથી ભાગ્યે જ પૂર્ણ સત્ય પામી શકીએ. કેવળ સર્વજ્ઞ જ પૂર્ણ સત્યને પૂર્ણપણે જાણી શકે છે. આપણે તે એકાં
1.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org