Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ
દુઃખાદ્વારમાં ધર્મ ની અદ્વિતીયતા-
લા॰~~‘ત્રણ મિત્રામાં આ ધર્મ ને સમાન પંકિતના ગણવામાં આવે છે, પરંતુ દુઃખમાંથી ઉડ્ડાર કરવામાં તે સાની ઉપર રહેલો છે. ”-૮૮ ત્રણ મિત્રોની કથા—
સ્પષ્ટી---‘ક્ષિતિપ્રતિષ્ઠ’ નગરમાં જિતરાત્રુ નામના રાજા રાજ્ય કરતા હતા. એને સામદત્ત નામના પુરોહિત હતા. આ પુરાહિતને સહમિત્ર, પર્વમિત્ર અને પ્રણામમિત્ર એમ ત્રણ મિત્રો હતા. તેમાં સહમિત્ર ખાવા, પીવા વગેરે કાર્યમાં એની સાથે ને સાથે હાજર રહેતા. પમિત્રને ઉત્સવ પ્રસંગે તે સત્કાર કરતા હતા, જ્યારે પ્રણામમિત્ર સાથે માર્ગમાં દર્શન થાય ત્યારે નમસ્કાર કરવા પૂરતા જ સંબ ંધ હતેા.
૩૨
ઉપર રાજા
એક વેળા સામદત્ત રાજાને કોઇ અપરાધ કર્યા એટલે તેને કેદ કરવા રાજા તત્પર થયા. સામદત્ત તેના અભિપ્રાય જાણી ગયા તેથી તે રાતેારાત સહમિત્રને ત્યાં ગયે અને કહેવા લાગ્યા કે હું બાંધવ ! મારા રુષ્ટ થયેા છે, વાસ્તે થોડાક દિવસ મને તારે ત્યાં ગુપ્તપણે રહેવા દે અને આ પ્રમાણે આપત્તિ કાલમાં મારી રક્ષા કરી મિત્રતાને તું સાર્થક કર. આ સાંભળી સહમિત્રે જવાબ આપ્યો કે જયારે તારા ઉપર રાજા ગુસ્સે થયા છે ત્યારે જો હું તને આશ્રય આપું તે મારૂં પણ આવી બને. માટે આવી ખલા કેણ વહારે ? તારા જેવા એકની ખાતર હું મારા કુટુંબકબીલાનું અનિષ્ટ થવા નહિ દઉં, વાસ્તે તું અહીંથી રસ્તા માપ.
સહમિત્રે આ પ્રમાણે સામદત્તનું અપમાન કર્યુ એટલે તે પમિત્રને ઘેર ગયા અને તેને પાતાના ઉપર આવી પડેલી આપત્તિથી વાકેફ ગાર કર્યા. બધો વૃત્તાન્ત તણ્યા બાદ આદરપૂર્વક પર્વમિત્રે કહ્યું કે ભાઈ ! વિવિધ નિ વિષે અનેક તરેહના મીડાં વાદક સ્નેહના પ્રકાર વડે તે મારા પ્રાણાને પણ ખરીદી લીધા છે, તે આવે પ્રસંગે હું તને સહાય ન કરૂં તે હું કેવા કૃતઘ્ન ગણાઉં ? પરંતુ તને આશ્રય આપવાથી રાજા મારા કુટુંબને કનડે એ મારાથી જોયું જાય તેમ નથી. એક તરફ વાઘ અને બીજી તરફ નદી એવા ન્યાય મારે માટે ઉપસ્થિત થયા છું. મારે ઘણાં ખાલબચ્ચાં છે, તે તું જાણે છે તે તેના ઉપર રહેમનજર રાખી અને તું અન્યત્ર જા. તારૂં કલ્યાણ થજો એવી મારી શુભ ભાવના છે.
દૈવ વિપરીત હૈાય ત્યારે પુત્ર પણ પરાયા બને છે એમ વિચાર કરતા કરતા પુરાહિત પર્વમિત્રને ઘેરથી બહાર નીકળ્યા. જે બે મિત્રો ઉપર પોતે ઘેાડોક પણ ઉપકાર કર્યાં હતા તેમની તરફથી કેવી સહાયતા મળી તે મે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org