Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ અરેરે આ બાળકોને મેં તદન નિરાધાર કરી મૂકડ્યા! મારૂં ઉગ્ર બળ અજ. માવવાનું શું આ જ સ્થાન ! મારા જેવા અધમાધમનું રોરવ નરકમાં પણ ઠેકાણું પડવું મુશ્કેલ છે. અહીં મારી શી વલે થશે? આવાં દારુણ પાપથી હું કેવી રીતે મુક્ત થઈ શકીશ? મારે છુટકારે કોઈ મહાપુરુષ દ્વારા થાય તે થાય. આવા વિચારમાં ને વિચારમાં તે ગમગીન ચહેરે રસ્તે કાપવા લાગ્યું. તેણે ચેરીને ધંધે મૂકી દેવા નિશ્ચય કર્યો હતો એટલે પિતાના સેવતીઓને તે શોધવા ઊભે ન રહે. તેઓ પણ ગામમાંથી મેળવેલા માલને લઈને પકડાઈ જવાની બીકથી જંગલ ભણી ચાલતા થયા હતા. દઢપ્રહારી ગામની બહાર એક ઝાડ નીચે આવી બેઠે. આ વખતે તેના હૃદય-સાગરમાં વૈરાગ્યના કલેલ કલેલ કરી રહ્યા હતા. તેનું ચિત્ત સાત્વિક ભાવને વરી રહ્યું હતું. પશ્ચાત્તાપ પિતાની સત્તા પૂર જોસથી જમાવતે જતો હતો. કર્મરૂપ અનાદિ કાળને કો શત્રુ તેનાથી દૂર ભાગવાની ગડમથલમાં પડ્યો હતો. તેનું પવિત્ર બનતું જતું અંતઃકરણ સંતના સમાગમ માટે તલપાપડ બની રહ્યું હતું. જેવું થવાનું હોય છે તેવી મતિ અને સામગ્રી ઉપસ્થિત થાય છે એ ન્યાય અનુસાર દઢપ્રહારીની અભિલાષાને પૂર્ણ કરનાર જાણે સાક્ષાત્ કલ્પવૃક્ષ હોય તેવ ચારણમુનિવરે ત્યાં આવી ચડ્યા. તેમના ચરણારવિંદમાં તે નમી પડ્યો અને પિતાનાં પાપોથી મુકત થવા માટે ઉપાય બતાવવા તેમને વિનવવા લાગ્યો. દઢપ્રહારીની આ પરિસ્થિતિ જોતાં તે યોગને રોગ્ય અધિકારી જણ એટલે એ મહાત્માઓએ તેને આત્મા અને દેહની પૃથતાનો વિવેક કરાવ્યો. સાથે સાથે તેમણે તેને આસવ, સંવર અને નિર્જરા નું સ્વરૂપ સમજાવ્યું અને ક્ષમાને વિશિષ્ટ વિવેચનપૂર્વક પાઠ ભણાવ્યો. તેનું હૃદય વૈરાગ્યવાસનાથી પલ્લવિત થતાં તેને દીક્ષા આપી તેમણે પિતાની વિદ્ધારકતા સિદ્ધ કરી બતાવી. આ સમયે દઢપ્રહારીએ એવી ભીષણ પ્રતિજ્ઞા કરી એ દુર્વાહ્ય અભિગ્રહ ધારણ કર્યો કે જ્યાં સુધી આ ગામના લેકે મારાં પાપી કૃત્યનું સ્મરણ કરાવતા રહેશે ત્યાં સુધી હું અહીં જ આહારદિને ત્યાગ કરી કાર્યોત્સર્ગ-મુદ્રાએ પ્રભુના ધ્યાનમાં મગ્ન રહીશ. જેના હૃદયમાં વરાગ્ય-રસનું ઝરણું અન્યના ઉપદેશ વિના વહેતું થયું હોય, જેને સાંસા રિક સુખ એ દુઃખો છે એવું સચોટ જ્ઞાન થયું હોય, જે યથાર્થ જ્ઞાનને અનુકુળ વર્તન રાખવાને કટિબદ્ધ થયો હોય, જેના પરિણામની ધારાઓ ઉત્તરોત્તર શુદ્ધતાને સંગમ સાંધી રહી છે, જેની રગેરગમાં મુક્તિ મેળવવાની આતુરતા વધતી જતી હોય તેવા સાધુને ગુરુ સાથેના લાંબા સહવાસની કે ગુરુકુલવાસની આવશ્યક્તા નથી. એ પ્રમાણે વિચાર કરી ચારણ મુનીશ્વરેએ દઢપ્રહારી મુનિને ત્યાં સ્થિરતા કરવા અનુજ્ઞા આપી અને પોતે ગગન-માર્ગે અન્યત્ર જવા ઉપડી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org