Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક] સાનુવાદ
૧૧૭ એક દિવસ આ અતિમુક્ત બાલમુનિ સ્થવિરો સાથે થંડિલ (દીધેશકાળે) ગયા. માર્ગમાં જલવૃષ્ટિથી ખાડીમાં પાણી ભરાયું હતું, તેમાં બાળકોને ખાખરનાં પાંદડાંની હેડી બનાવી તરાવતાં તેમણે જોયાં, એટલે તેમણે પણ પિતાનું પાત્ર તરતું મૂક્યું અને કહેવા લાગ્યા કે જુઓ, મારું નાવડું કેવું તરે છે! સ્થવિરેએ આમ કરતાં તેમને રોક્યા અને પછીથી પ્રભુ પાસે આવી તેમાંથી કેટલાકે કહ્યું કે ભગવાન ! આ છ વર્ષનો બાળક છ કાય જીવનું રક્ષણ કરવાથી અજ્ઞાત રહી હાલ તો તેનું ઉપમર્દન કરે છે. પ્રભુએ પ્રત્યુત્તર આપે કે આ બાળકની તમે નિંદા કરશે નહિ. તે તમારા કરતાં વહેલે કેવલી થનાર છે, વાતે તમે તેને સમજાવી સમજાવીને ભણાવે.
થડા સમયમાં તે આ બાલમુનિએ અગ્યાર અગ સુધીને અભ્યાસ કરી લીધું. એક દિવસે રસ્તે જતાં બાળકોને જળમાં નાવડાં તરાવતાં તેમણે જોયાં. પિતે પણ આવી બાલક્રીડા પૂર્વે કરી હતી તે યાદ આવી એટલે એ માટે આત્માની નિંદા કરતાં તેની ગહણ કરતાં તેઓ સમવસરણમાં આવ્યા. ત્યાં ઈપથિકી (પ્રતિકમણ શ્રુતસ્કંધ)ને પાઠ કરતાં અર્થ વિચારતાં જતાં સામટ્ટી એ પદ આવતાં પિતાની જાતની તેઓ વિશેષ નિંદા કરવા લાગ્યા. શુભ ભાવના ભાવતાં શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈ જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિ-કર્મોને ખપાવી તેઓ કેવલી થયા. આ પ્રમાણે નવ વર્ષની નાની ઉમરે આ મુનિરાજ સર્વજ્ઞ થયા. દેવેએ આ પ્રસંગે મહત્સવ કર્યો અને પેલા સ્થવિરેએ એમને પ્રણામ કર્યા. આયુષ્ય કર્મ પૂરું થતાં આ મહાનુભાવ મુક્તિ-મહિલાના મહેલે પધાર્યા.
दृढप्रहारिकं पापं, गुरुमृते नयेद्धि कः ?।
मुक्तिं त्यागं समात्र, गुरुवो हि कृपालवः ॥ ५५ ॥ પ્રસ્તુતનું સમર્થન–
લે –“દીક્ષા આપીને ગુરુ વિના (બીજો) કેણુ પાપી દૃઢપ્રહારીને મેક્ષે લઈ જાય કેમકે ગુરુ કૃપાળુ હોય છે.-૫૫ દઢપ્રહારીનું ઉદાહરણ
સ્પણી કોઈ એક નગરમાં એક બ્રાહ્મણ વસતે હતો. તે ઉદ્ધતાઈને અવતાર હતો. અન્યાય કરવામાં તે એકકો હતે. પાપાચારમાં તે પ્રવીણ હતો. તેનામાં આવાં અનેક અપલક્ષણો જોઈને તો કોટવાળે તેને ગામબહાર કાઢી મૂકયો. આથી તે રખડતે રખડત એક અટવીમાં જઈ ચડશે. ત્યાં તેને ચારના નાયકને સમાગમ થયે. કેટલાક દિવસ તે ત્યાં રહ્યો ત્યાર પછી નાયકે તેને પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org