Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ ચિત્તની અનુકૂળતા--
- ચિત્ત! જ્યારે તું અવિરતિને વિષે અપ્રીતિ અને સર્વ વિરતિને વિષે અત્યંત પ્રીતિ રાખશે, વળી ભવથી બીતે રહેશે અને પાપ-માર્ગની જુગુપ્સા કરશે તેમજ તું પ્રતિકૂળ દશામાં હર્ષ અને અનુકૂળ દશામાં શેકથી મુક્ત રહેશે, તથા વળી જિનેશ્વરનાં ચરણની ભકિત કરશે તેમજ એના (અર્થાત જિનના) શાસનના સમાન અન્ય કઇ શાસનને ધન્ય માનશે નહિ ત્યારે હું ચિત્ત ! તારી મહેરબાનીથી મુકિત મારા હાથમાં આવશે.”–૪૦-૪ર પ્રાર્થનાની રીતિ
સ્પષ્ટી-એ તે સુવિદિત વાત છે કે જેટલી મીઠા શબ્દોની દુશમન ઉપર પણ અસર થાય છે, તેટલી કડવાં વચનની થતી નથી. શત્રુને પણ વશ કરવાને
જ્યારે આ ઉત્તમ ઉપાય છે, તે મિત્રને અનુકૂળ કરવામાં તે અકસીર ઈલાજ નીવડે એમાં તે કહેવું જ શું? સંસારમાં રખડતે જીવ એકેન્દ્રિયમાંથી સરી પંચેન્દ્રિયની પદવી પ્રાપ્ત કરે તે સમયે તેને મન સાથે સંબંધ વ્યકત થાય છે. આ મન સાથેની લાંબી મિત્રાચારીને લઈને જવ તેને પિતાને અનુકૂળ બનવા માટે મધુર વાક્યોથી વીનવે એમાં કશું ખોટું નથી. આવી પ્રણાલિકા આ પદ્યમાં આદરવામાં આવી છે, પરંતુ એ પ્રાચીન પદ્ધતિનું અનુકરણ છે એમ શ્રી મુનિસુન્દરસૂરિકૃત અધ્યાત્મકલ્પદ્રુમના નવમા અધિકારના નિમ્નલિખિત દ્વિતીય પદ્યથી પ્રતીત થાય છે. " वेतोऽर्थये मयि चिरत्नसख ! प्रसीद
किं दुविकल्पनिकरैः क्षिपसे भवे माम् । बद्धोऽअलिः कुरु कृपां भज सद्विकल्पान्
વિ કૃતાર્થ થતો નટુ વિમેન / ૨ / ”. વસંત અર્થાત્ હે મન ! હું મારા જુના દેસ્ત ! હું તને વિનવું છું કે તું મારા ઉપર
૧ મનુસ્મૃતિ (અ. ૪ )માં તે સત્ય કથન પણ પ્રિય હોય તે બેલવું એ ઉપદેશ છે. ત્યાં કહ્યું પણ છે કે
" सत्यं अयात् प्रियं ब्रूयाद्, न ब्रूयात् सत्यमप्रियम् ।
પ્રિય = નાગૂ વધા-સેક ધર્મ: સનાતન: || શરૂ૮ i અંગ્રેજ કવિ મિલ્ટન (Milton) પણ કહે છે કે" Fair words hurt never a bone;
But foul words break many a one. All words have power to suage, The tumours of a troubled mind."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org