Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુછ | સોનુવાદ
૧૧ મૂર્તિનું સ્વરૂપ
પ્રભુની મૂર્તિ ગૃહત્યમાં હોય તે તે કેવી, કેવડી અને શાની બનેલી હોવી જોઈએ તેમજ મંદિરમાં હોય તે તે સંબંધી શી વસ્તુ-સ્થિતિ છે એ પર આચારદિનકર (પૃ. ૧૪૨) પ્રકાશ પાડે છે. મૂર્તિની પ્રતિષ્ઠાના સં બંધમાં પણ ત્યાં ઉલ્લેખ છે. અત્ર તે ગ્રન્થ-ગરના ભયથી આ દિશામાં પ્રયાણ ન કરતાં નિમ્ન–લિખિત હકીકત રજુ કરી સંતોષ માનવામાં આવે છે.
તીર્થંકરની મૂર્તિ ઈન્દ્ર, ઇન્દ્રાણી પ્રમુખ પરિકર સહિત હોય છે અથવા તે વિનાની પણ હોય છે. પરિકર વિનાની, પ્રભુની પ્રતિમા એકલ મૂર્તિ કહે વાય છે. ભગવાનની એક જ મૂતિ વચમાં બેઠેલી હોય અને આસપાસ ઇદ્રાદિ પરિકર હોય તે તેને એક-તીર્થ સંબોધવામાં આવે છે. મૂળનાયકની મૂર્તિ બેઠેલી હોય અને તેની બન્ને બાજુએ પ્રભુની બે પ્રતિમાઓ ઊભી હોય તથા સાથે સાથે આસપાસમાં પરિકર હોય તો તે ત્રિતીર્થ કહેવાય છે. ત્રિતીર્થગત બને ઊભી પ્રતિમાઓની ઉપર પરિકરમાં પ્રભુની બીજી બેઠેલી મૂર્તિઓ હોય તે તે પંચતીથી કહેવાય છે.
આથી એ ફલિત થાય છે કે ભગવાનની મૂર્તિઓ બેઠેલી જ કે ઊભી હોવી જોઈએ એમ નથી. કેટલીક મૂર્તિઓ કાઉસગ્ગીઆના નામથી પણ ઓળખાય છે. આમાં ભગવાન કાર્ગ-મુદ્રામાં ઊભા રહેલા આલેખવામાં આવેલા હોય છે.
चेतसीति विचार्य त्वं, प्रभुपूजापरो भव।
येन त्वां बाधते नैव, मिथ्यामार्गः कदाचन ॥ ४७॥ પ્રભુની પ્રતિમાના પૂજનનું ફળ–
ભલે –“આ પ્રમાણે મનમાં વિચાર કરીને તું પ્રભુનું અર્ચન કરવા તત્પર થાકે જેથી મિથ્યાત્વને માર્ગ કદાપિ તને પીડા ન કરે.” - ૭
गुरूणां वन्दनं कार्य, सर्वदा कर्मवारकम् । व्रतस्थानां यतस्तेभ्यो, व्रतलाभो भविष्यति ॥ १८॥
૧ આનાં પ્રાસંગિક પદ્યો તેમજ એ સંબંધી ગૂજરાતીમાં ઉલ્લેખ માટે જુઓ શ્રીઆગોદય સમિતિ તરફથી પ્રકાશિત જૈનધર્મવરઑત્રની મદીય આવૃત્તિ (પૃ. ૭૧-૭૨)
૨ જે મૂર્તિ પ્રધાન ગણાતી હોય અને જેના નામથી મંદિરને પણ સંબોધવામાં આવતું હોય તે “મૂળનાયક’ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org