Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
અક] ગુછક ]
સાનુકાર તારું મુખ પહેલું કરીને તેને તપાવેલાં તાંબા અને કલાઇ(ને રસ) પીવડે
असह्योष्णतया दग्धो, नेत्रे निमील्य मूञ्छितः। पतितो धरणीपीठे, कालादायातचेतनः ॥ १३ ॥ हिसेऽसिवनं त्वं तद् , गात्रच्छेदनकारकम् ।
शिशिरत्वभ्रमात् ते त्वां, नयन्ति तत्र दुःखदाः॥१४॥-युग्मम् અસિવનમાં પ્રવેશ
શ્લો---“સહન નહિ થઈ શકે એવી ગરમીથી દાઝેલે, આંખ મીંચીને મુચ્છ અવસ્થામાં ભૂમિ ઉપર પડી રહેલે અને વખત જતાં ચૈતન્યને પામેલે–ભાનમાં આવેલે એવો તું ઠંડકની આશાથી શરીરને છેદી નાખનારા અસિવનને ઇચ્છે છે ત્યારે તે દુઃખ આપનારાઓ તેને ત્યાં લઈ જાય છે.”—૧૩-૧૪
छिद्यते हस्तपादादि-स्तव तत्तरुपत्रकैः।
तीक्ष्णखड्डोपमैस्तत्र, रोदिषि करुणस्वरम् ॥ १५॥ હસ્તાદિનું છેદન
ભલે --“ ત્યાં અણીદાર તરવારનાં જેવાં તેનાં તર-પત્ર વડે તારા હાથ, પગ વગેરે (અવય) છેદાઈ જાય છે, એટલે તું કરણ સ્વરે પોક મૂકે છે.”—૧૫
वैतरण्यां तरङ्गिण्यां, प्रक्षिप्तोऽधर्मिशालैः।
व्याकुलीभूय तत्रापि, प्राप्नोषि त्वं विडम्बनाः ।।१६।। વૈતરણીમાં પ્રક્ષેપ--
–“પછીથી અધર્મશિરોમણિ વડે વૈતરણી નદીમાં નંખાયેલે તું ત્યાં પણ આકુળ-વ્યાકુળ બની વિડંબનાઓને પામે છે."–-૧૬
प्राप्ततीरं गृहीत्वा त्वां, शकटं वाहयन्ति ते। भूरिभारभरं नीचा-स्तुदन्तस्तीक्ष्णयाऽऽरया ॥१७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org