Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક સાવા
૧૦: ગભારા પાસે ગયા. ત્યાં વહુએ પ્રભુની પ્રતિમાને પ્રણામ ન ર્યા. તેથી સાસુએ તેને તેનું કારણ પૂછ્યું. ધનવતીએ જવાબ આપ્યો કે આ તો પાષાણ છે, પ્રભુ
ક્યાં છે કે હું તેને વંદન કરૂં? સાસુજી! તમે જ હમણે કહ્યું કે પાષાણને સિંહ કંઈ ઇજા કરી શકતું નથી તો તેવી રીતે પત્થરની મૂર્તિને પૂજવાથી કે વાંદવાથી શું ? અર્થાત્ એથી કશે લાભ નથી. આ પ્રમાણે બોધ આપી વહુએ સાસુને મંદિરે જતી અટકાવી.
મૂર્તિપૂજક વેતાંબર મૂર્તિપૂજા સંબંધી એક કથા નીચે મુજબ રજુ કરે છે –
પૃથ્વીભૂષણ” નગરમાં ધનદત્ત નામને એક શેઠ રહેતો હતો. તેને ધન વતી ભાર્યાથી ધનદેવ નામના પુત્ર થયો. આ સમગ્ર કુટુંબ જિન-પ્રતિમાના દર્શન–વન્દનની વિમુખ હતું.
ધનદેવ મટે થયો એટલે એને એના માબાપે જિનદાસની મૂર્તિપૂજક પુત્રી જિનમતિ સાથે પરણાવ્યો. આ લલના પિતાના સાસરીઆ મૂતિ-પૂજાની વિરુદ્ધ છે તે પ્રથમથી જાણતી હતી.
એ સાસરે ગઈ એટલે એની સાસુએ એને સાધુઓ પાસે સ્થાનકે આવવા કહ્યું. એ વાત એણે અંગીકાર કરી. રોજ તે પિતાના સાસુજીની સાથે સાધુના દર્શનાર્થે જતી હતી. એવામાં એક દહાડે સાધુએ તેને ઉપદેશ આપ્યો કે હે શ્રાવિકા ! અમારા દર્શન કર્યા વિના ભેજન ન કરવું એ તું નિયમ લે. જિનમતિએ ધનવતી સામું જોયું. સાસુજીએ હા પાડી એટલે એણે એ નિયમ લીધે.
કેટલોક કાળ વીત્યા બાદ સાધુ અન્યત્ર વિહાર કરી જવા તૈયાર થયા. તેમના ભક્ત તેમને થોડે સુધી વળાવવા ગયા. તેઓ ત્યાંથી પાછા ફરવા લાગ્યા, પરંતુ જિનમતિ તે તેમની સાથેને સાથે જ ચાલવા લાગી. ધનવતીએ તેને ઘણી સમજાવી, કિન્તુ તેણે તે કહ્યું કે મારે નિયમ મારે પાળ જોઈએ. આથી સાધુએ કાગળ ઉપર પિતાનું ચિત્ર આલેખી આપ્યું અને કહ્યું કે આના દર્શન કરવાથી તારે નિયમ સચવાઈ રહેશે. જિનમતિએ જવાબ આપ્યો કે આપની શી ગતિ થશે તે આપ જાણે છે ? ઉત્તર મળે કે ના. તે આપની મૂર્તિને માનવી અને સર્વજ્ઞ વીતરાગ દેવાધિદેવની મૂર્તિને ન માનવી તે ક્યાને ન્યાય? આખા કુટુંબને તેણે સમજાવવા માંડયું કે જુએ, આપના પંથના મુનિઓ પણ મૂર્તિને માને છે. તે આપણે તેમ કરીને તેમાં શી હાનિ છે? આ સમયે કોઈ બોલી ઊઠયું કે પત્થરની ગાયને દેહવાથી દૂધ મળે કે ? જો નહિ મળે તે પત્થરના દેવને પજવાથી શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org