Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યસન જરી
[ ચતુર્થ
એક દિવસ વિજયસેન રાજાએ ચારી નહિ કરી હોવા છતાં ચારનું તહેામત મૂકી એક જણને મારી નંખાવ્યેા. તે મરીને વ્યંતર થયેા. તેણે વેર લેવાની ઇચ્છાથી આખા નગરના ઘાટ ઘડવા માટે શિલા વિષુવી. તેણે રાજાને લાત મારીને સિંહાસન ઉપરથી ગબડાવી દીધો. રાજાને લેહીની ઉલટી થવા લાગી અને સર્વે ભયભીત બની ગયા. આ વખતે સકળ સંઘનું રક્ષણ કરવાના ઇરાદાથી નાગકેતુ મહેલની ટોચ ઉપર ચઢયો અને શિલાને હાથ વડે સ્પર્શ કર્યાં એટલે આના તપના તેજને નહિ સહન કરવાથી તે યંતરે શિલા સંહરી લીધી અને આને પ્રણામ કર્યાં, નાગકેતુના વચનને માન્ય કરી રાજાનો ઉપદ્રવ પણ દૂર કર્યાં.
૧૦૬
એક વેળા નાગકેતુ જિનેન્દ્રની પુષ્પ વડે પૂજા કરતા હતા, તેવામાં તેમાં રહેલા સર્પ તેણે દૃસ્યા, પણ તેણે તેની દરકાર ન કરી અને પેાતાની શુભ ભાવનામાં તે મસ્ત રહ્યા. આથી તેણે નિર્મળ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. શાસનદેવતાએ તેમને મુનિના વેષ અર્પણ કર્યાં એટલે તે અન્યાન્ય ગામ અને નગરીને પાવન કરવા લાગ્યા. અન્તમાં આયુષ્ય પૂર્ણ કરી આ મહાત્મા મુક્તિ રમણીને વર્યાં.
श्वश्रू वध्वोर्वृथा मूर्खेर्वृत्तं मूर्ती प्रकल्पितम् ।
यतो नामापि तत्सदृक् किं गृह्यते तकैर्हि तत् ? ॥ ३९ ॥ સ્થાનકવાસીએની ગેરસમજ---
àા
મૂર્ખ (સ્થાનકવાસીઓએ) સાસુ અને વહુના વૃત્તાન્ત મૂર્તિમાં નકામા કલ્પ્યા છે. કેમકે નામ પણ તેના જેવું છે છતાં તે શા માટે તેઓ લે છે ’’–૩૯ સાસુ અને વહુને વૃત્તાન્ત
સ્પષ્ટી~મૂર્તિની પૂજાને નિષેધ કરનારા સ્થાનકવાસીએ પાતાના ભક્ત જનાને મૂર્તિના દર્શન–વંદનથી 'ચિત રાખવા માટે નીચે મુજબની વાર્તા સભળાવે છેઃ
કોઇ એક નગરમાં લક્ષ્મીચંદ નામના શેઠ વસતા હતા. તેને લક્ષ્મી નામની પત્ની હતી. જિનેશ્વરની ત્રિકાલ પૂજા કરનારા આ દંપતીને ત્યાં દેવચંદ નામે પુત્ર ઉત્પન્ન થયા. તે ઉમર લાયક થયા. એટલે તેનું ધનદત્ત શેઠની (પ્રતિમા–દ્રેષિણી) પુત્રી ધનવતી સાથે લગ્ન કર્યું. ધનવતી સાસરે આવી ત્યાર ખાદ્ય એક દિવસ તે તેની સાસુ સાથે જિન-મંદિરે ગઇ. ત્યાં દરવાજામાં પેસતા સિંહનું ચિત્ર જોઇને પોતે ડરી ગઇ હોય એવા તેણે ડાળ કર્યાં. આ જોઇને સાસુએ કહ્યું કે વહુ! શા માટે ગભરાય છે ! આ તે પત્થરના સિંહ છે; તે કંઇ મારી શકવાના નથી. વહુ એલી ઠીક ત્યારે. પછી સાસુ અને વહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org