Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[ પ્રથમ જ જવાની, કેમકે કેવાં વચન ઉચ્ચારવાં કે કેવી કાયિક ચેષ્ટા કરવી એ મનની આજ્ઞાને અધીન છે.
મન એ જ સંસાર-ચકનું કારણ છે. એને મોકળું મૂકવાથી ચેખા જેવડે તંદુલ મજ્ય સાતમી નરકે જાય છે. અરે એને નિગ્રહ કરવામાં કચ્ચાસ રહી જાય તે મોટા મહર્ષિએને માટે પણ સાતમીનરકે સિધાવવાની પરિસ્થિતિ ઊભી થાય છે અને એના ઉપર જે વિજય મેળવાય તે ક્ષણ વારમાં સ્વર્ગ તે શું પણ સિદ્ધ-સુન્દરીના મહેલે પહોચાય છે. આ પ્રમાણે મનની મહત્તા જોઈને તે સહસાવધાની શ્રી મુનિસુન્દરસૂરિ અધ્યાત્મકલ્પકમના નવમા અધિકારના નિમ્નલિખિત પાંચમા પદ્ય દ્વારા કર્થ છે કે—
" वश मनो यस्य समाहितं स्यात्
किं तस्य कार्य नियमैर्यमैश्च ?। हतं मनो यस्य च दुर्विकल्पैः
# ત જ નિશ? ”—ઉપજાતિ અર્થાત જેનું ચિત્ત સમાધિયુક્ત હોઈ પિતાને વશ વર્તે, તેને નિયમો અને યમથી શું? તેમજ કુવિકલ્પથી જેનું મન હણાયેલું છે, તેને નિયમ અને યમે શા કામના ? - મનને વશ થવાથી શે ગેરલાભ છે તેમજ એને વશ કરવાથી શું ફાયદે છે તેનું આબેહુબ ચિત્ર મારા જેવે મન્દીમતિ શું આલેખે? વાસ્તે પાઠક મહાશયના વિમળ કર-કમલમાં ધનાશ્રી રાગમાં ગવાતું નિમ્નલિખિત પદ અર્પણ કરવા લલચાઉં તો કેમ ?
જબ લગ આવે નહિ મન ઠામ—ટેક જબ લગ કષ્ટ ક્રિયા સવિ નિષ્ફળ, જે ગગને ચિત્રામ. જબ લગ. ૧ કરની બિન તું કરે રે મેટાઈ, બ્રહ્મવ્રતી સુઝ નામ; આખરે ફલ ન લહે ર્યો જગ, વ્યાપારી બિનુ દામ. જબ લગ. ૨ મુંડ મુંડાવત સબ હી ગડરિયા, હરિણ રેઝ બન ધામ; જટાધાર વટ ભસ્મ લગાવત, રાસલ સહત હે ધામ. જબ લગ. ૩ એતે પર નહીં વેગકી રચના, જે નહિ મન વિશ્રામ; ચિત્ત અંતર પટ છલકે ચિતવત, કહા જપત મુખ રામ. જબ લગ. ૪ ૧. આની માહિતી માટે જુઓ વષભપચાશિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૩–૧૪૧).
૨. આ સંબંધમાં શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દષ્ટાંત વિચારવું. આની ધૂળ રૂપરેખા અહિતદર્શનદીપિકા(પૃ. ૮૮-૮૯)માંથી મળી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org