Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[ પ્રથમ રહે છે. આ કષાયના એક એકથી ઉતરતા બળવાળા અને એથી કરીને ઓછા અહિતકારી એવા (૧) અનન્તાનુબન્ધી, (૨) અપ્રત્યાખ્યાન, (૩) પ્રત્યાખ્યાન અને (૪) સંજવલન એમ ચાર પ્રકારો છે.
તેમાં અનન્તાનુબન્ધી કષાય સમ્યગદર્શનને ઘાતક છે. એના ઉદય દરમ્યાન સમ્યગ્દર્શન સંભવતું નથી અને પહેલાં ઉત્પન્ન થયું હોય તે તેને નાશ થાય છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદય દરમ્યાન વ્રત (વિરતિ)ને માટે અવકાશ નથી. પ્રત્યાખ્યાન કષાયની હૈયાતીમાં દેશવિરતિ યાને શ્રાવકપણું મળી શકે છે, પરંતુ સાધુ-ધર્મ (સંયમ–દીક્ષા) માટે સ્થાન નથી. સંજવલન કષાયના અસ્તિત્વમાં યથાખ્યાત–ચારિત્રને પ્રાદુર્ભાવ થતો નથી.
આ પ્રત્યેક કષાયના (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લેભ એમ ચાર ચાર પ્રકારે છે. એનાથી શી ખરાબી થાય છે તે વિષે વિશેષ કહેવાની કશી જરૂર નથી એટલે એ પ્રત્યેકના પરાક્રમના પ્રદર્શનરૂપ એકેક પદ્ય વિચારીશું. કેધના સંબંધમાં શ્રીસમપ્રભસૂરિ સૂક્તિમુક્તાવલીમાં નિમ્નલિખિત પઘ દ્વારા એવા ઉદ્ગાર કાઢે છે કે" सन्तापं तनुते भिनत्ति विनयं सौहार्दमुत्सादय__त्युद्वेगं जनयत्यवद्यवचनं मूते विधत्ते कलिम् । कीर्ति कृन्तति दुर्मतिं वितरति व्याहन्ति पुण्योदर्थ
જો શુર્તિ સાતમુરત : : સંતાન કા–શાર્દૂલ૦ અર્થાત્ જે કેપ સત્તાપને વિસ્તારે છે, વિનયને ભેદે છે, મિત્રતાનો વિનાશ કરે છે, ઉચાટ ઉત્પન્ન કરે છે, અસત્ય વચનને જન્મ આપે છે, કંકાસ કરે છે, આબરૂને હણે છે, દુબુદ્ધિ આપે છે, પુણ્યના ઉદયનો નાશ કરે છે અને કુગતિ આપે છે, તે દૂષિત કે સજજનેને ત્યજવા ગ્ય છે.
માન પરત્વે આ સૂરિવર્ચનું કહેવું એ છે કે" औचित्याचरणं विलुम्पति पयोवाह नभस्वानिव
प्रध्वंसं विनयं नययहिरिव प्राणस्पृशां जीवितम् । कीति कैरविणीं मतङ्गज इव प्रोन्मूलयत्यञ्जसा
માના નીર રૂપારનાર નિત ત્રિવ –ળા | ધરે ! –શાર્દૂલ૦ અર્થાત્ જેમ પવન મેઘને વિખેરી નાંખે છે. તેમ માન ઉચિત આચરણને
૧ જન શાસ્ત્રમાં પાડવામાં આવતા કર્મોના જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારોમાંના એકનું નામ મોહનીય છે. એના દર્શનમોહનીય અને ચારિત્રમેહનીય એવા બે પ્રકારે છે. તેમાં ચારિત્રમેહનીયના કપાય અને નેકપાય એવા જે વિભાગે છે તે પૈકી આ એક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org