Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક]
સાનુવાદ નીચે બે છિદ્રો હોય છે. તેમાંથી ચીકણે પદાર્થ કરે છે. તે હવામાં સખત થયા પછી તેને બારીક તાર થાય છે. આ તારને કેશટે બનાવી ઇયળ તેમાં ભરાઈ બેસે છે. ત્યાં બેઠાં બેઠાં પણ તારથી તે પિતાનું શરીર વીંટી લે છે. આવી રીતની ખાસી સુંવાળી પથારીમાં તે ત્રણેક અઠવાડિયાં સુધી નિરાંતે ઊંઘે છે. આ દરમ્યાન તેનું રૂપાન્તર થાય છે. તે જાગે છે ત્યારે તે પતંગીઆ કે કંસારીરૂપે બહાર નીકળે છે. આ વખતે તેને પાંખો અને તેના ઉપર સુંદર રીતે શેભતાં પીછાં હોય છે. સાધારણ પતંગીઆ કરતાં તેની પાંખ નાની અને શરીર બેઠાઘાટનું તથા ભરાઉ હોય છે. કેદખાનામાંથી તે છુટી થઈ તેથી જાણે તેને આનંદ માતે ન હોય તેમ કૂદતી આમથી તેમ તે ઊડે છે.
निःसारेऽत्रैव संसारे, सारं सारङ्गालोचना।
एवं भ्रमितचेतास्त्वं, कुतस्ते निर्वतिर्भवेत् ? ॥४॥ ભાત ચિત્ત–
ક્ષે-- “(હે જીવ!) અસાર એવા આ સંસારમાં મૃગનયના જ સાર છે એમ જેનું ચિત્ત ભમી ગયું છે તેવો તું છે. એટલે તેને નિવૃત્તિ (નિરાંત) કયાંથી મળે ? ”—–
स्त्रीमुखं पडुजेनात्र, पामरेणोपमीयते।।
स तत्र भ्रमरीभूय, मृत्वा साक्षात् करोति तत् ॥ ५ ॥ ઉપમાને સાક્ષાત્કાર--
પ્લે --“આ દુનિયામાં વનિતાના વદનને પામર કમળની ઉપમા આપે છે એટલું જ નહિ, પણ તે તેમાં ભમરારૂપ બની મારીને તે ઉપમાને સાક્ષાત્કાર કરે છે.”—-૫
૧ જે તારથી તે કેટ બનાવે છે તેને રેશમ” કહેવામાં આવે છે અને આ તાર પિતાની આસપાસ વીંટાળીને જે ઘર તે બનાવે છે તેને “કાશે” કહેવામાં આવે છે.
આ કેશે એક જ તાંતણાને બનેલો હોય છે. તેને યુક્તિથી ઉકેલવામાં આવે તે તે ગુંચવાઈ ન જતાં ૬૦૦ થી ૧૨૦૦ વાર એટલે લાંબે નીકળે છે. કેશેટામાંથી રેશમ કાઢવાને માટે તેનું ઉપલું પડ જુદું પાડવું પડે છે અને તે માટે તેને ના પાણીમાં બોળી રાખવું પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org