Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[ પ્રથમ સાગરના તળિયે સંતાઈ જવાથી કે સ્વર્ગમાં જઈ બેસવાથી મૃત્યુની અવગણના થઈ શકતી નથી. બીજા અંગની શ્રીલીલાંકાચાર્ય કૃત વૃત્તિના ૫૧મા પત્રમાં કહ્યું પણ છે કે
"गर्भस्थं जायमानं शयनतलगतं मातुरुत्सङ्गसंस्थं
बाळं वृद्धं युवानं परिणतवयसं विश्व(वीर?)मार्य खलं वा। वृक्षाग्रे शैलशङ्गे नभसि पथि जले कोटरे पअरे वा पाताले वा प्रविष्टं हरति च सततं दुर्निवार्यः कृतान्तः ॥ ५१
-સ્ત્રગ્ધરા (૭, ૭, ૭ ). અર્થાત જેનું દુ:ખે નિવારણ થઈ શકે એ (કાળરૂપ) યમ ગર્ભમાં રહેલા, ઉત્પન થતા, શય્યાની સપાટી ઉપર રહેલા કે માતાના મેળામાં રહેલા, બાળક, વૃદ્ધ, જુવાન કે જીર્ણ અવસ્થાવાળા, પરાક્રમીને, આર્યને કે લુચ્ચાને, ઝાડની ટોચે, પર્વતના શિખર ઉપર, આકાશમાં, માર્ગમાં, જળમાં, કટરમાં, પાંજરામાં રહેલા કે પાતાલમાં પ્રવેશેલા જીવને સર્વદા હરી લે છે.
મોટા મોટા ધવંતરિ જેવા કુશળ વૈદ્યો, ફોટોગ્રાફ, ફેનોગ્રાફ, એરપ્લેઈન, વાયર્લેસ ટેલિગ્રાફી, બ્રકાસ્ટ કે દુનિયાને આશ્ચર્યમાં ગરકાવ કરે એવી શોધ ખેળ કરનારા વૈજ્ઞાનિક મૃત્યુ સામે ટકી શકે તેમ છે? પગની પાનીથી પૃથ્વીને ધ્રુજાવનારા ધરણીધરો, મેરુને દંડ બનાવી પૃથ્વીને છત્રની માફક ધારણ કરી શકે એવા બાહુબલિએને પણ કાળ કળીએ કરી ગયો છે અને કરી જાય છે. અમૃત સમાન મધુર અને ભવતારિણી દેશના આપનારા અને વજ–ષભ-નારા સંહનનવાળા (ઉત્તમ બાંધાવાળા દેહવાળા) એવા તીર્થકરેનું પણ સર્વભક્ષી કાળે દાક્ષિણ્ય સાચવ્યું નથી, તે પામરની શી વાત? આ વાત નિમ્નલિખિત ગાથામાં ઝળકી ઊઠે છે-- ૧ આ વાતના સમર્થનાથે નિમ્નલિખિત પદ્ય વિચારીશું -
" आढयं निःस्वं नृपं रझू, मूर्ख सज्जन खलम् ।
વિશેષ સંદ, સમવર્તી પ્રવર્તતે ” – અનુ. અર્થાત તવંગર કે ગરીબ, રાજા કે રંક, પણ્ડિત કે ભૂખ, સજજન કે દુર્જન એ તમામને નિષ્પક્ષપાતપણે સંહાર કરવા કાળ સર્વદા પ્રવર્તે છે. ૨ આ સંબંધમાં અંગ્રેજ કવિરાજ 2 (Gray)ને ઉદ્ગાર એ છે કે– “ The boast of heraldry, the pomp of power, And all that beauty, all that wealth ever gave, Await alike the inevitable hour; The Paths of glory lead but to the grave. Can storied urn or animated bust, Back to its mansion call the fleeting breath? Can honour's voice provoke the silent dust Or flattery soothe the dull cold ear of Death'?"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org