Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
આ નામ કેમ રાખવામાં આવ્યું તે પર ઈસારે કરીશું. એ તે સુવિદિત વાત છે કે ગ્રન્થનું અમુક નામ રાખવામાં કંઈ નહિ ને કંઈ કારણ હોય છે. કેટલાંક નામે કેવળ વિષયને વ્યક્ત કરનારા હોય છે, જેમકે જીવ-વિચાર, નવતત્વ, વાચકવર્ય શ્રીઉમાસ્વામિકૃત તત્વાર્થાધિગમસૂત્ર ઇત્યાદિ કેટલાંક નામેના અન્તમાં સાક્ષર-સમાજમાં પ્રિય થઈ પડેલ પદ દષ્ટિગોચર થાય છે; કેટલાંક નામો કૃતિઓનાં પ્રારંભિક પદોને આભારી હોય છે. જેમકે શ્રીમાનતુંગસૂરિકૃત ભક્તામર સ્તોત્ર, આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરકૃત કલ્યામંદિર-સ્તત્ર, શ્રી પ્રભસૂરિકૃત સિરપ્રકર, નાસદીયત ઈત્યાદિ.
આ ઉપરથી સમજાય છે કે “વૈરાગ્યરસમંજરી એ નામ વિષયનું ઘાતક છે એટલું જ નહિ, પરંતુ તેમાં લોકપ્રિય “મંજરી’ પદ અંતમાં આવેલું છે. અર્થાત્ જેમ સાહિત્યમાં વાર્તિક, સમુચ્ચય, બિન્દુ, મુખ, અલંકાર, મીમાંસા, તરંગિણી, તિલક, દર્પણ, દીપિકા, પરીક્ષા, પ્રદીપ, રત્નાકર, શેખર આદિના અનેક યુગોનું પ્રવર્તન થયું અને થાય છે તેમ મંજરીને પણ એક યુગ હેવાની પ્રતીતિ નિમ્ન-લિખિત નામે કરાવે છે --
અનેકાર્થમંજરી, કર્ણાલંકારમંજરી, કરમંજરી, જ્ઞાનમંજરી, તિલકમંજરી, ભાષામંજરી, રંભામંજરી, રૂપમંજરી, વિચારમંજરી, વિવેકમંજરી, સંયમમંજરી, સ્યાદ્વાદમંજરી ઈત્યાદિ.
व्याघ्रकरालकालेन, मुखात्तजन्तुके जीव!।
जीवनं चञ्चलं लाके, तस्माद याहि शिवालयम् ॥ २ ॥ જીવનની અનિત્યતા–
લે-“જે સંસારમાં વાઘના જેવા વિકરાળ મૃત્યુએ (અથવા મૃત્યુરૂપનાથે) પિતાના મુખમાં સર્વ જીવોને ગ્રહણ કર્યા છે, તે (આ) સંસારમાં (જીવનું) જીવન ચંચળ છે, વાતે (હે ચેતન !) તું મોક્ષમન્દિરે જા. – ૨
સ્પષ્ટી–આ સંસારમાં એ કઈ પ્રાણી જગ્યા નથી (કે જન્મશે નહિ) કે જે કાળના પંજામાં ન સપડાયે હેય. આ કાળનું રોલેક્યમાં સામ્રાજ્ય છે. કેમકે કઈ ગહન ગુફામાં ભરાઈ જવાથી, પાતાળમાં લપાઈ જવાથી,
૧ આ પઘમાં મૃત્યુને જેમ વાઘની ઉપમા આપી છે, તેવી વાત નીચેના પદ્યમાં પણ જોવાય છે?—__न मन्त्रतन्त्रभैषज्य-करणानि शरीरिणाम् ।
નાણાય સરળગ્યાઘ-મુarટરવારનાં છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org