Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ માને એક પણ પ્રકાર અત્ર દષ્ટિગોચર થતું નથી. આનું શું કારણ છે એ સહજ પ્રન ઉપસ્થિત થાય છે. આને ઉત્તર પ્રારંભિક પદ્યના દ્વિતીય ચરણ તરફ દષ્ટિપાત કરતાં ફેરે છે કે આ ગ્રન્થની રચના બુહારી ગામમાં થયેલી છે. ત્યાં એક જ જિનાલય આવેલું છે. આ જિનાલયમાં શ્રીવાસુપૂજ્ય મૂળ નાયક તરીકે વિરાજે છે. એમની પ્રાભાવિક મૂર્તિના દર્શન-વન્દન પૂર્વકની આ કૃતિ છે. અનુબધ-ચતુષ્ટય
સામાન્ય રીતે મંગળ દ્વારા (1) સંબંધ, (૨) અધિકારી, (૩) વિષય અને (૪) પ્રજન એ ચાર અનુબંધને નિર્દેશ કરાય છે. કહ્યું પણ છે કે –
“વશ્વાધિદારી વિષય વન !
વિનાનુવર્ષે પ્રથા, મારું નૈવ શ | _અનુષ્યપ અર્થાત્ સંબંધ, અધિકારી, વિષય અને હેતુ એ ચાર અનુબંધ વિનાનું, ગ્રન્થની આદિમાં કરેલું મંગળ પ્રશંસનીય નથી. અત્રે તે ચાર અનુબંધે પૈકી વિષયરૂપ એક જ અનુબંધને સાક્ષાત્ ઉલ્લેખ છે, જોકે બાકીના ઉપલક્ષણથી ઘટાવી શકાય તેમ છે. વૈરાગ્ય-રસનું પિષણ એ આ ગ્રન્થને “વિષય” યાને “અભિધેય” છે. વૈરાગ્યની ભાવનાની જાગૃતિ એ વાચક–વર્ગનું “અનન્તર પ્રયજન છે, જ્યારે એ તેમજ પરેપકાર એ ગ્રન્થકારનું “અનન્તર પ્રયોજન છે; બાકી મુક્તિ-ગમન એ તે બંનેનું પારસ્પરિક પ્રજને છે. પ્રતિપાદ્ય-પ્રતિપાદક ભાવ એ “સંબન્ધ છે, કેમકે વૈરાગ્યના રસની પુષ્ટિ એ “પ્રતિપાદ્ય છે અને આ ગ્રંથ તેને પ્રતિ પાદક છે. વૈરાગ્યના અભિલાષીઓ આ ગ્રન્થના અધિકારી છે. શ્રીવાસુપૂજ્યનો પરિચય
વસુપૂજ્ય રાજા અને જયા રાણીના પનોતા પુત્ર તે આ બારમાં તીર્થકર શ્રાવાસુપૂજ્ય છે. તેમના જન્મથી અપાપુરી પાવન થઈ હતી. આ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે ઈન્દ્ર વારંવાર આવી હિરણ્યની વૃષ્ટિ કરી એમના
૧ આ ગામ સુરત જીલ્લાના બારડોલી તાલુકામાં આવેલું છે. ટાઢિલિ રેલ્વેના મઢી’ સ્ટેશનથી તે બાર માઈલ છે અને ત્યાં જવા માટે આ સ્ટેશનથી મોટર મળી શકે છે; ઉનાઈ રેલ્વેથી પણ જવાય છે, પરંતુ તેમ કરનારને ‘બિલિમોરા” ઉતરી છે માઈલ ચાલવું પડે. તેમ કરતાં તે બુહારી પહોંચે.
૨ આનો વ્યુત્પત્તિ-અર્થ તેમજ એના નિક્ષેપનો થોડેક વિચાર ન્યાયતીર્થ ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીમંગલવિજયકૃત જૈનતરપ્રદીપના આહ તદનદીપિકા નામના વિસ્તૃત વિવેચન (પૃ. ૨, ૧૫-૧૫૩)માં મેં કર્યો છે. વિશેષ જિજ્ઞાસુને તે હું શ્રીજિનભરાણિ ક્ષમાશમણકૃત વિશેષાવશ્યક તેમજ તેની માલધારીય હેમચન્દ્રસૂરિએ રચેલી બૃહદ્રવૃત્તિ (પત્રાંક ૧૭-૪૦) જેવા ભલામણ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org