Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[ પ્રથમ મનુષ્ય-જમની સલતા
મનુષ્યભવ મળે એટલે ગંગા ન્હાયા અને ઘેર ઉતર્યા એમ સમજવાનું નથી. એટલાથી કાર્ય–સિદ્ધિ થઈ ગઈ અર્થાત્ મોક્ષ મળી ગયો એમ માનવું તે મનમાં મોતીના ચોક પૂરવા જેવું છે (જોકે એ તે સોએ સો ટકા સાચી વાત છે કે આ ભવ વિના મેક્ષ નથી અને એની પ્રાપ્તિ અતિદુર્ઘટ છે). ઉત્તરાધ્યયનની નિયુક્તિ (પત્રાંક ૧૪૪)માં કહ્યું છે કે – "माणुस्स खित्त जाई कुल, रूवारोग्ग आउयं बुद्धी ।
સાબુદ કા હૈ-નમો ટોક્તિ (ારું ૧૨ –આર્યા અર્થાત્ આ સંસારમાં મનુષ્યત્વ, (આર્ય) ક્ષેત્ર, (ઉચ) જાતિ, (શુભ) કુળ, (સુન્દર) રૂપ, (અબાધ્ય) આરોગ્ય, (દીર્ઘ) આયુષ્ય, (ઉત્તમ) મતિ, (ધર્મ- શ્રવણ, અવગ્રહ (તેનું અવધારણ),(સાચી અને સચોટ) શ્રદ્ધા અને (કલ્યાણકારી) સંયમ ( ઉત્તરેત્તર વિશેષતઃ) દુર્લભ છે.
ફુટ શબ્દોમાં કહીએ તે પૂર્વ પુણ્યથી કેઈ જીવ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયે, પરંતુ ધર્મસહાયક સામગ્રીવાળા આર્ય દેશમાં તેનો જન્મ ન થયે તે એ ભવ નિરર્થક છે. ધારો કે આર્ય ક્ષેત્રમાં જન્મ તે થયે, પરંતુ ઉચ્ચ જાતિ કે શુભ કુળને બદલે વાઘરી, માછી જેવા હિંસક વંશમાં ઉત્પત્તિ થઈ, તે આથી શું વળ્યું? માની લઈએ કે પ્રબળ પુણ્યના પ્રભાવથી ઉત્તમ કુળમાં જન્મ પણ થયો, પરંતુ જે રૂપ (પંચેન્દ્રિયતા) અને એથી અધિક આવશ્યક આરોગ્ય અને આયુષ્યને સુગ ન મળે, તે માનવભવ એળે ગયો ગણાય કે બીજું કંઈ? સ્વીકારી લઈએ કે ક્ષેત્રથી તે આયુષ્ય સુધીની સમગ્ર સામગ્રી મળી, પરંતુ જે એ જીવ અક્કલને ઓથમીર હોય તે તે કેવી રીતે મેક્ષસાધન કરી શકે? વળી સુમતિ પણ મળી, છતાં ધર્મ– શ્રવણને લાભ મળવે અને તે સાંભળ્યા પછી તેનું મનન કર્યા બાદ તેમાં શ્રદ્ધા થવી–મનને ડામાડેળ થતું અટકાવવું એ કંઈ બાળકને ખેલ નથી. શ્રદ્ધા થયા પછી પણ તદનુસાર વર્તન કરવું–સંયમ લે એ હાદુર્લભ છે. મેક્ષનું સ્વરૂપ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો–વગ-ચતુષ્ટય પૈકી મેક્ષને ઉત્તમ ગણવામાં આવે છે, કેમકે ધર્મ કરવાથી જે પુણ્ય ઉપાર્જન થાય ૧ છાયાमानुष्यं क्षेत्रं जातिः कुलं रूपं आरोग्य आयुष्यं बुद्धिः । અવળ સવગ્રા (વાવ વ) દા રંગમ સ્ત્ર ટુર્જરિ ||
૨ આ હકીકત સુન્દર શબ્દોમાં ન્યાયા. શ્રીયશવિજયે “શ્રીપાલ રાજાના રાસ'ના ચતુર્થ ખંડની સાતમી ઢાલમાં રજુ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org