________________
ઉપદેશમાળો જણાએ વાર્યા છતાં બળી મરવા ચાલ્યા. અહીં પુરુષોત્તમ રાજાએ તે વાત સાંભળી, એટલે પ્રથમ તે કડકપટની પિટી, મિથ્યા કલંક ચડાવનારી, અકાર્ય કરનારી અને નરકગતિમાં જનારી એવી ગંધમૂષિકાને ઘણું કર્થના કરાવી, ભાનરહિત કરી, અપમાન અપાવી રાસભ ઉપર બેસાડીને નગરની બહાર કાઢી મૂકી, સ્ત્રી જાતિ હોવાથી મારી નંખાવી નહિ. પછી તે કુમાર પાસે આવ્યો. ત્યાં તેણે તથા સાર્થવાહ આદિ જનેએ કુમારને બહુ પ્રકારે વાર્યો છતાં તે ચિતા સમીપ આવ્યો. રાજા આદિ જ વિચાર કરવા લાગ્યા કે-મેટો અનર્થ થશે, એક સ્ત્રીના વિયોગથી આવું પુરુષરત્ન મૃત્યુ પામશે.” આ પ્રમાણે વિચારી કુમારને ચિતામાં પડવાને તૈયાર થયેલા જોઈને પુરુષોત્તમ રાજા બટુક સમીપે જઈ કહેવા લાગ્યો કે–“હે આર્ય! આ કુમાર તારું વાકય ઉલ્લંઘન કરતા નથી, તેથી એવી વિજ્ઞપ્તિ કર કે જેથી તે આ પાપકાર્યથી પાછા ફરે. પછી બટુક કુમાર પ્રત્યે બેત્યે કે –“હે ભદ્ર! ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયા છતાં આવું નીચ કુલને ઉચિત કર્મ કેમ કરે છે? તમારા જેવા સદાચારી પુરુષને એ ઘટિત નથી. અગ્નિપ્રવેશ આદિના મૃત્યુથી અનંત સંસારની વૃદ્ધિ થાય છે. તેમાં પણ મેહાતુર થઈને મરવું તે તે અતિ દુઃખદાયી છે. વળી તે મિત્ર તમે મને પ્રથમ કહ્યું હતું કે “હું તને ચકધર ગામની સમીપે પાછો પહોંચાડીશ” તે તમારું વચન અન્યથા થાય છે. તેમજ મૃત્યુ પામેલો કમલવતીની પાછળ મરવાને ઈચ્છે છે, તે પણ વ્યર્થ છે. - કારણ કે જીવ પોતાના કર્મથી જ પરભવને વિષે જાય છે. જીવોની રાશી લાખ યોનિ છે, તેથી તેઓની ગતિ એક નથી; કર્મને અનુસરીને જીવની ગતિ થાય છે. પંડિત પુરુષે સારું . અથવા મધ્યમ કાર્ય પણ ફળના પરિણામને વિચાર કરીને જ કરવું જોઈએ. રસવૃત્તિએ કરેલું તથા વગર વિચારે કરેલું કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org