________________
૨૨
ઉપદેશમાળા
'
કુમારે કહ્યું કે- તે મારી વલ્લભા કમલવતીની સાથે ગચુ' છે. ' તેણે પૂછ્યુ. કે-‘કમલવતી ક્યાં ગઈ છે? કુમારે કહ્યું કે- મારા જેવા મંદભાગ્યવાળાના ઘરને વિષે એવુ' સીરત્ન કથાંથી રહે ? દૈવથી જેનું મન નષ્ટ થયેલુ' છે એવા મેં તે નિરપરાધી માલાને કાઢી મૂકી. તે કયાં ગઈ હશે!' ખટુંકે કહ્યું કે જેને માટે તું આટલા બધા ખેદ કરે છે તે કેવી હતી ?' કુમાર નેત્રમાં અશ્રુ સહિત કહેવા લાગ્યા કે હે મિત્ર! તેના ગુણ્ણા એક જીભથી ગણવાને કેવી રીતે શક્તિમાન થવાય? સવ ગુણુનુ. ભાજન તે સ્ત્રી હતી; હવે તેના વિના સર્વ સૌંસાર શૂન્ય લાગે છે. પરંતુ તારા નથી મને આનંદ ઉત્પન્ન થાય છે.’ ત્યારે અમુકે કહ્યું કે હું સુંદર ! આટલા બધા પશ્ચાત્તાપ કરવા ઉચિત નથી, કારણ કે વિધિએ નિર્માણ કરેલ કાર્ય નિવારવાને કાણુ શક્તિવાન છે ? કહ્યું છે કે− વિધિ અઘટિત ઘટનાને ઘટાવે છે ને સુઘટિત ઘટનાને જજરીભૂત કરે છે; જેને માટે મનુષ્યજાતને વિચાર પણ આવી શકતા નથી તેવી ઘટના વિધિ ઘટાવે છે.' તે આ પ્રમાણે બહુ શાચ કરવાથી શા લાભ છે?”
હવે ઘણા દિવસે કુમાર મિત્ર સહિત સેામપુરીએ પહોંચ્યા. પુરુષાત્તમ રાજા મહા ઉત્સવથી તેની સન્મુખ ગયા, અને જમાઈ ને મેાટા આડ'બરથી પેાતાના નગરને વિષે પ્રવેશ કરાવ્યા. પછી શુભ મુહૂર્તે રત્નવતીનુ' પાણિગ્રહણ કરાવ્યું'. પુરુષાત્તમ રાજાએ પહેરામણીમાં ઘણા હાથી તથા અશ્વો વિગેરે આપ્યાં. ત્યાં રણસિંહ કુમાર શ્વશુરે આપેલ આવાસમાં રહેતા સતા રત્નવતીની સાથે વિષયસુખ ભાગવવા લાગ્યા.
એકદા રત્નવતીએ તેને પૂછ્યું કે– હે પ્રાણનાથ ! તે કમલવતી કેવી હતી કે જે મરી ગઈ સતી પણ આપના ચિત્તને છેડતી નથી, અને જેણે મારા પાણિગ્રહણાર્થે અહીં આવતાં આપને વશ કરી દઈ ને પાછા વાળવા હતા ? 'કુમાર મેળ્યેા કે- હું પ્રિયે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org