________________
એકાન્તિક આત્યંતિક સુખ જ ઈષ્ટ છે તે ભયંકર આંતર વૈરી રૂપ કીટ ના નાશ (વિયોજન - વિઘટન) થી પ્રાપ્ત થાય છે... ૧૪
(એકાન્તિક = શાશ્વત, આત્યંતિક = દુઃખનામિશ્રણ વિનાનું)
તે એકાન્તિક આત્યંતિક સુખ તો મોક્ષમાં જ છે. સંસારમાં નથી કારણ કે અહીંયા તો ક્ષણ ભંગુર અને દુઃખ યુક્ત સુખ જ છે...... દાન થી જ મોક્ષનું સુખ પ્રાપ્ત થાય છે. તેથી તેના અર્થીઓએ (ઈચ્છુકોએ) અહીંયા (સંસારમાં) પરોપકાર સારી રીતે સાધવો જોઈએ....૧૫
હાથ વડે કરીને મોક્ષ આપવું શક્ય નથી, માત્ર તેની પ્રાપ્તિનો ઉપાય જ દર્શનીય (બતાવવો શક્ય) છે, તે ઉપાયો ને સારી રીતે યોજવાથી (આચરવાથી) મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી ઉપાયો આચરવાવાળા ને સુખ પૂર્વક સિધ્ધિ (મોક્ષ) પ્રાપ્ત થાય છે...૧૬
ખરેખર તે મોક્ષનો ઉપાય ધર્મ છે.
પોત પોતાની મતિકલ્પનાથી રચાયેલા, ભિન્ન ભિન્ન સ્વરૂપ, હેતુ અને ફળ બતાવતાં ઘણા શાસ્ત્રોએ ધર્મ બાબત ઘણો વાદ-વિવાદ કર્યો છે – કરે છે......૧૭
તે સર્વે (શાસ્ત્રો) મોક્ષ મેળવવાના સાચા ઉપાયો નથી. પરંતુ અત્યંત દુર્લભ એવો સર્વજ્ઞ ભગવંતે કહેલો આ ધર્મ જ છે. શુધ્ધ ગુરુના ઉપદેશ વિના અન્ય મૂઢ જનોથી કહેવાયેલો ધર્મ મોક્ષ નો ઉપાય નથી.....૧૮
તેથી બીજા ધર્મોથી જુદો કરીને મોક્ષના હેતુ ભૂત આ એક જ (સર્વજ્ઞ પ્રણિત) ધર્મ જ દર્શનીય (બતાવવા યોગ્ય) છે. બીજા ધર્મો અશુધ્ધ છે એ પ્રમાણે બતાવવું જોઈએ.... જુદો પાડેલો આ ધર્મ જે રીતે સાધી શકાય તે રીતે સાધવો યોગ્ય છે..... અથવા સાધવો જોઈએ....૧૯
આ રીતે આ ધર્મનું પૃથક્કરણ સાધ્ય બની શકે.
તેથી કરીને મોક્ષના અર્થિ મંદ બુધ્ધિવાળા મનુષ્યના ઉપકાર માટે જુદા જુદા નિર્દેશન પૂર્વક વિશુધ્ધિ આદિ ભેદો વડે કરીને જિનેન્દ્ર ભગવાને કહેલો ધર્મ કહું છું પ્રસંગોપાત અન્ય ધર્મોની વાત પણ કહીશું. ૨૦
A
RRAROARRAS88.BRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRA
BRRRRRRRRRRR
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
મંગલાચરણ
WhatlantulanWHHHHHHHHHHaitiaEuguwBgwan