________________
પામતાં આશ્ચર્ય પામેલા રાજાએ આદર પૂર્વક મંત્રીને પૂછ્યું કે મંત્રિનું ! મોટો ઉપકાર કરનારું આ ભવિષ્ય જ્ઞાન કોણે કહ્યું છે એ પ્રમાણે ઘણા આગ્રહથી પૂછતાં મંત્રીએ ગુરુનું સ્વરૂપ (ગુરુએ કહેલીવાત) કહ્યું. ખુશ થયેલા તે રાજાએ સભામાં તેમને બોલાવ્યા શ્રી ગુરુને જોઈને આસનથી ઉઠીને અને વંદન કરીને હાથ જોડીને કહ્યું હે ભગવન્! આપ પૂજ્ય તે વખતે સ્થંભન તીર્થે મારું રક્ષણ કર્યું હતું અને હાલમાં આ ઉપસર્ગથી બચાવ્યો છે. તેથી નિષ્કારણ ઉપકારી એવા આપનો હું કેવી રીતે ઋણ મુક્ત થાઉં (બનું)? તેથી મારા આ રાજ્યને લઈને મારા ઉપર ઉપકાર કરો ઈતિ.
પછી સૂરીએ કહ્યું કે હે રાજન્ ! નિઃસંગ એવા અમને રાજ્યથી શું? કૃતજ્ઞતા વડે હે રાજેન્દ્ર ! પ્રતિ ઉપકાર કરવાની જો ઈચ્છા હોય તો તારા મનને જૈન ધર્મમાં જોડ.
રાજાઃ આપે જે કહ્યું કે હું જાતે ધીરે ધીરે કરીશ. હે પ્રભો! નિધિની જેમ હું આપનો રૂડો સંગ ઈચ્છું છું. ઈત્યાદિ. પછી ગુરુ રાજાને જ્યારે જ્યારે અવસર પ્રાપ્ત થાય છે. ત્યારે ત્યારે અવસરોચિત્ત ધર્મ બતાવે છે. અને રાજા ક્યારેક ગુરુને સભામાં બોલાવે છે. એક વખત કુમારપાલ રાજા સોમેશ્વરની યાત્રાએ જતાં હતાં. ત્યારે ગુરુને બોલાવીને સાથે લઈ ગયા. અનુક્રમે તીર્થમાં આવ્યા અને સકલ કાર્ય કરીને રાત્રિએ સોમેશ્વર મંદિરના ભોંયરામાં ગુરુને બોલાવીને કહ્યું હે ભગવન્! સોમેશ્વરદેવ આપના જેવા મહાતપસ્વી સાધુ અને મારા જેવો તત્વનો અર્થી એ પ્રમાણે આ તીર્થમાં ત્રણયોગરૂપ ત્રિવેણી સંગમ થયો છે. પરસ્પર વિરુધ્ધ સિધ્ધાંતને કહેનારા દર્શનીઓ દેવ - ગુરુ અને તત્વને જુદી જુદી રીતે બતાવે છે. તેથી આજે દ્વેષ છોડી કૃપા કરીને સમ્યક્ (સાચા) દેવાદિ તત્વોને બતાવો. પછી કાંઈક વિચાર કરીને ગુરુ બોલ્યા હે રાજનું ! શાસ્ત્રના સંવાદથી સરો તારી આગળ હું શીવને બતાવું છું. ધર્મ અથવા દેવપણું જે કાંઈપણ આ શંકર કહે તેની તારે આરાધના-ઉપાસના કરવી. દેવની વાણી મિથ્યા હોતી નથી. પછી સૂરિજીએ મંત્રનું સ્મરણ કર્યું અધેિ રાત્રે લિંગની મધ્યમાંથી જ્યોતિ નીકળી તેની વચ્ચે ગંગા, જટા, અર્ધચંદ્ર, ત્રણ નેત્ર વિ. થી યુક્ત મહાદેવ પ્રત્યક્ષ થયા, ગુરુએ ધ્યાન છોડીને રાજાને કહ્યું હે નૃપ ! તારી આગળ રહેલા શિવ (મહાદેવ) ને
BORRARAARRRRAAARRRRRRRRRRRRRRRRRRRRRRRRRRARRANGERARABARABARBERRRRRRRRRRRRRRRRRRRRRRRRING
8888888888888888888888888883e88888seesaa888
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૨, તરંગ-૬ ||