________________
ત્યાંથી વળી આગળ જતાં રાજાએ એક મોટા પેટવાળી (સગર્ભા) સાધ્વીને જોઈ. શાસનની અવહેલના ન થાઓ એ પ્રમાણે વિચારીને સજ્જન (ગંભીર) પુરુષો વડે પોતાના મહેલમાં બોલાવરાવીને શિક્ષા આપી અને પ્રસૂતિ ન થાય ત્યાં સુધી એક ગંભીર (ગુણિયલ) દાસીને તેની સેવામાં રાખીને એક ઓરડામાં તેને રાખી ઈત્યાદિ વળી કેટલાક શ્રાવકો કલ્પતરુસરખા હોય છે. જે રીતે પરમ અવધિજ્ઞાનને ધરનારા દેવોથી સેવાયેલા અને સ્વઆશ્રિતોને સકલ ઈચ્છિતને આપનારા તરુઓની જાતિમાં કલ્પતરુઓ હોય છે. તે રીતે શ્રાવકોમાં કેટલાક શ્રાવકો પ્રમુખ સ્થાનને પામેલા તેવા પ્રકારના દઢ શીલ, સમ્યકત્વ ગુણને ધારવાને કારણે દેવોને પણ સેવનીય છે. પોતાના આશ્રિતોને આ લોકોને વિષે યથાયોગ્ય ધન વિ. આપવા દ્વારા, પદ, પ્રતિષ્ઠા, સત્તા આપવા દ્વારા, ધર્મનું રોપણ કરવા દ્વારા, તેને સહાય કરવા વડે કરીને પરલોકમાં પણ વાંછીતને આપનારા થાય છે. શ્રી સંપ્રતિરાજાદિની જેમ... ૩૬૦ વણિક પુત્રોને પોતાના સરખા બનાવનાર જગસિંહની જેમ, શ્રી ઋષભદેવના વંશના અલંકારભૂત સાધર્મિક ભક્તિનિષ્ઠ શ્રી ભરત ચક્રી, શ્રી દંડ વીર્ય રાજાદિની જેમ, શ્રી અભયકુમાર, શ્રી વસ્તુપાલ વિ. મંત્રીની જેમ તે સર્વેનો સંપર્ક પણ કલ્પતરુની છાયાની જેમ મહા અભ્યદયના કારણ ભૂત થાય છે. જેવી રીતે શ્રી અભયકુમાર મંત્રીનો સંગ શ્રી આદ્રકુમારને અને કાલસૌકરીકના પુત્ર સુલસ આદિને જેમ લાભ કારક બન્યો હતો. તેમ કેટલાક શ્રધ્ધાળુ શ્રાવકોનો સંગ લાભકારક – ગુણકારક બને છે. | હે લોકો ! આ પ્રકારના દૃષ્ટાંત વડે યોગ્યાયોગ્ય ગુરુને અને શ્રોતા જનોને સારી રીતે જાણીને યોગ્યનો આદર કરો જેથી કરીને આ લોકમાં શુધ્ધ ધર્મની પ્રાપ્તિથી શિધ્ર મોક્ષપદની પ્રાપ્તિ કરો. ઈતિ.
દ્વિતીય અંશે ષષ્ઠસ્તરંગ છે.
2399aaaaaaaaaaaanકાશવારકાવાસાવડા
aaaaaaaaaaaaa%a8888888888a9aaaaaaaaટ્ટ
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 17
રત્નાક
અંશ-૨, તરંગ-૬]
1tb
THEIR -
સકલ
-sensitive