________________
રાજાએ કહ્યું :” હે આચાર્ય કઈ કઈ ધૂર્ત વિદ્યા ભણેલા છો ? જેથી કરીને આ લોકોને તમે મોહિત કરો છો ? પરંતુ આ પ્રમાણેની આકૃતિ (મુખ) જોતાં તો તમે કોઈ રાજપુત્ર હો તેવા લાગો છો ? તો પછી આ પાખંડીપણું શા માટે આદર્યુ છે ? નપુંસક યાને કાયર લોકો ભીક્ષાને માગે છે. તેથી આ છોડી ઘો મારા માંડલીક રાજા બનો ઉત્તમ ઘોડા પર બેસો અને મારું આપેલું રાજ્ય ભોગવો અને આ જન્મનું ફલ પ્રાપ્ત કરો, તપના કષ્ટ ભોગની ઠગાઈ રૂપ સંયમ બાલક્રિડા જેવી ક્રિયાના કષ્ટને શા માટે કરો છો ? તપના ફલને ભોગવનારો આત્મા છે - નહિ પરંતુ મને અવિચારક માનશો નહિ. કારણ કે મારીમાતા તમારી શ્રાવિકા હતી. પિતા તો નાસ્તિક હતા. માતાએ મને દયા ધર્મને શીખવાડ્યો છે. પિતાએ પણ પોતાનો ધર્મ શીખવાડ્યો છે. હું બન્ને ને પ્રીય હતો. અંત સમયે માતાને કહ્યું તેં દયા ધર્મનું પાલન કર્યું છે. તેથી તું સ્વર્ગમાં જઈશ તું મને બોધ આપજે જેથી કરીને હું દયા ધર્મના મૂલરૂપ ધર્મને કરું (દયા મૂલક ધર્મને આચરું) તેવી રીતે અંત સમયે પિતાને પણ કહ્યું જો તમે નાસ્તિક ધર્મ કરીને નરકે જાવ ત્યારે મને કહેવું જેથી કરીને હું તે નાસ્તિક ધર્મને છોડી દઉં.
પરંતુ અત્યંત પ્રીય હોવા છતાં પણ મને તેઓ તરફથી કાંઈ કહેવાયું નથી. તેથી મેં નિશ્ચિય કર્યો છે કે ધર્મથી પ્રાપ્ત થતું સ્વર્ગ અને પાપથી પ્રાપ્ત થતી નરક છે નહિ” તેથી મેં આત્મા છે કે નહિ તે વિષે પરીક્ષા કરી છે.
તે આ પ્રમાણે :- એક ચોરના બધી રીતે સેંકડો ટુકડા કરાવ્યા પરંતુ આત્મા ક્યાંય પણ દેખાયો નહિ વળી બીજા જીવતાને હણ્યો અને તોલ્યો પરંતુ તેનું વજન તેટલું જ થયું પરંતુ લેશ પણ અધિક કે ઓછું થયું નહિ વળી પણ એક જીવતા ચોરને લોખંડની પેટીમાં રાખ્યો તેનું છીદ્ર વિનાનું દ્વાર બરાબર ઢાંકીને કેટલાક દિવસ પછી દ્વાર ઉઘાડીને જોયું તો ત્યાં ચોર મૃત્યુ પામેલો હતો અને તેના શરીરમાં કીડા ઉત્પન્ન થયા હતા. જીવને પ્રવેશ ક૨વાનું કે બહાર નીકળવાનું કોઈ દ્વાર હતું નહિ. તેથી નિશ્ચય કર્યો કે જીવ પણ નથી માટે તે અવિચારિત મેં કર્યુ નથી ત્યારે સૂરિજીએ કહ્યું :
-
હું પણ અવિચારિત કાર્ય કરનારો નથી. આજીવિકાને માટે વ્રતનો સ્વીકાર કર્યો નથી. પરંતુ તત્વને માટે સ્વીકારેલ છે. સાવધાન થઈને સાંભળો :
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 185) અંશ-૨, તરંગ-૮