________________
શ્લો :
आयरिये आलोयण पंचण्हं असइ गच्छबहिआओ । तुच्चत्थे चउलहुगा, अगीअत्थे हुंति चउ गुरुगा ||१|| વ્યાખ્યા :- આચાર્યે આચાર્યની પાસે આલોચના લેવી જોઈએ ગચ્છમાં પાંચ પ્રકારના આચાર્યાદિ ન હોય ત્યારે ગચ્છની બહાર જવું.
એનો વિચાર કરે છે ઃ- પ્રાયશ્ચિતનું સ્થાન પ્રાપ્ત થતાં સાધુએ નિયમથી પોતાના આચાર્યની પાસે આલોચના કરવી જોઈએ. તેઓના અભાવમાં ઉપાધ્યાયની પાસે, તેના અભાવે પ્રવર્તકની પાસે તેના અભાવે સ્થવિરની પાસે તેના પણ અભાવ માં ગણાવચ્છેદકની પાસે હવે જો પોતાના ગચ્છમાં પાંચેનો પણ અભાવ હોય તો પછી બહાર બીજા જે ગચ્છમાં વંદનાદિ વ્યવહાર હોય તેની (સાંભોગિકની) પાસે જઈ આલોચના કરવી - લેવી. ત્યાં પણ આચાર્યાદિ ક્રમ પૂર્વક આલોચના કરવી. વંદનાદિ વ્યવહારવાળા ગચ્છમાં (સાંભોગિક) આચાર્યાદિનો અભાવ હોય તો પછી અસાંભોગિક સંવિગ્નની પાસે જઈ આચાર્યાદિના ક્રમ પૂર્વક આલોચના કરવી વળી જો કહેલા ક્રમના ઉલ્લંઘન પૂર્વક આલોચના કરે તો પ્રાયશ્ચિત ચાર લઘુ માસ અને વળી જો કહેલા ક્રમનું ઉલ્લંઘન કરતો અને ગીતાર્થ પાસે આલોચના ન કરે તો પ્રાયશ્ચિત ચાર ગુરુ માસ આવે છે.
श्लोक :- संविग्गे पासत्थे सरुवि पच्छाकडे अ गीयत्थे | पडिकंते अब्भुठ्ठिअ, असई अन्नत्थ तत्थेव ||१||
વંદનાદિ વ્યવહાર વગરના સંવિગ્ન ન હોય તો ગીતાર્થ એવા પાસસ્થાદિની પાસે આલોચના કરવી તે ન હોય તો આગળ જેનું સ્વરૂપ કહેવાશે તેવા સારૂપિક ગીતાર્થની પાસે, તે ન હોય ત્યારે પ્રશ્ચાત્ કૃત (સાધુ પણું છોડી દીધું હોય તેવા)ની પાસે આલોચના કરવી. અને એઓની વચ્ચે જેની પાસે આલોચના લેવા ઈચ્છે છે. તેને વંદનાદિ કરીને પછી તેની આગળ આલોચના કરવી.
ચતુર્ભુઘુ - આયંબીલ
ચતુર્ગુરૂ - ઉપવાસ
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 194 અંશ-૨, તરંગ-૧૦