________________
રાજાઓના વનમાં આમ્ર, જાંબુ, રાયણ આદિના જઘન્ય વૃક્ષો, કેળા નાળીયેરી, સુપારીઆદિ મધ્યમવૃક્ષો, માધવી, લત્તા, તમાલ, ઈલાયચી, લવિંગ, ચંદન, અગરુ, તગર આદિ ઉત્તમવૃક્ષો, ચંપો, રાજ ચંપક, જુઈ, પાટલ વિ. ફુલોના ઝાડ વિવિધ પ્રકારના હોય છે. અને તેઓ બધાય, પાલણ વગરના, સિંચ્યા વગરના ગિરિવનથી પ્રાયઃ અધિક, ફળ, પાન, પૂષ્પથી શોભાવાળા ગ્રહણ કરાયેલા સારીરીતે રક્ષણ કરાયેલા અને હંમેશા સિંચાતા વિવિધ પ્રકારના રસ યુક્ત મહામૂલ્યવાળા ફળો આપે છે.
એ રીતે શ્રાવક ધર્મો પણ સમ્યક્ત્વયુક્ત વ્રતોને આશ્રયીને ૧૩૦૦ . (તેરસો) ક્રોડથી અધિક વિવિધ પ્રકારના ભેદવાળા હોવા છતાં પણ સમ્યગુરુની પાસે અંગીકાર કરેલ હોવાથી પરિગ્રહિતા, અજ્ઞાનમય લૌકિક ધર્મોથી અધિક જ્ઞાનના કારણે અતિચાર, વિષય, કષાય વિ. જંગલી પશુઓથી સારી રીતે રક્ષાયેલા, ગુરુના ઉપદેશથી, આગમના અર્થના અભ્યાસ વિ. થી હંમેશા સારી રીતે સિંચાતા હોવાથી પહેલા સૌધર્મ દેવલોકના સુખો ને જઘન્ય ફલ, સુલભ બોધિપણા વડે કરીને નિશ્ચિત આસન્ન (નજીકમાં) સિધિકારી પણા વડે મિથ્યાત્વીના સુખોથી સુંદર, આનંદ શ્રાવક વિ. ની જેમ સુખો આપે છે. ઉત્કૃષ્ટથી જીરણ શ્રેષ્ઠિની જેમ બારમાં અચ્યુત દેવલોકના સુખોને પણ આપે છે. તેથી સર્વ પુરુષાર્થ વડે સ્વીકાર્ય અને અધિક અધિક આરાધવા યોગ્ય છે. ઈતિ ધર્મનો ભાવથી ચોથો (૪) ભેદ થયો.
:
હવે સુરવન સરિખા યતિ ધર્મો છે તે કહે છે ઃ- સુ૨વનોમાં જ ૠધ્ધિના જુદાજુદા પણાથી (તારતમ્યતાથી) ક્રીડાવન અને નંદનવન વિ. ના વિષે પણ નૃપવનની જેમ જધન્ય, મધ્યમ અને ઉત્તમ વૃક્ષો હોય છે. સર્વ ઋતુનાફલ આદિ વડે કરીને દિવ્ય પ્રભાવથી સર્વરોગ, વિષ વિ. નું દૂરપણું મનમાં ધારેલું રૂપ ક૨વાપણું, ઘડપણ, શરીર પર પડતી કરચલી, વાળના સફેદપણાનો નાશ કરનાર, ચક્ષુ આપવા આદિ બહુ શક્તિના પ્રભાવવાળી ઔષધી, પત્ર, ફલ, પુષ્પ વિ. વડે પહેલા કહેલાં સર્વ વનોથી અધિક મહિમાશાલી, સૌભાગ્ય શાલી, લત્તા, તરુ વિ. તેમાં હોય છે. જો કે ક્યારેક ગિરિવનાદિમાં પણ મહિમાશાલી વૃક્ષ લતા વિ. હોય છે. ત્તો પણ પ્રાયઃ કરીને દેવતા અધિષ્ઠિત
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (253) અંશ-૩, તરંગ-૨