________________
દિવસ સંબંધી પણ ચારિત્રના શુધ્ધ પાલણપણાથી સિધ્ધ અથવા સર્વાર્થ સિધ્ધને આપે છે. લાંબા કાળ સુધી આરાધના કર્યા છતાં પણ શ્રાવકોના સામાયિક, પૌષધાદિ ધર્મ તેવા પ્રકારનો શુધ્ધ નથી. આથી શ્રાવક ધર્મ હોવા છતાં પણ ત્રીજા ઔષધના સરિખો છે. વળી ભાવ શૂન્ય:- બધોય ધર્મ ચોથા ઔષધની જેમ જ ગુણ કે દોષ કાંઈ જ કરતો નથી.
ઘણું ધન આપ્યું, જિનાગમ સંપૂર્ણ ભણ્યો, સમસ્ત ક્રિયા કાંડ કર્યા, ભૂમિ પર વારંવાર સૂઈ ગયો. તીવ્રતપ કર્યા, ચારિત્ર પણ લાંબુ પાયું જો ચિત્તમાં ભાવ જાગ્યો નથી (ભાવ શૂન્ય છે.) તો તે ઘાસવાવવાની જેમ બધું નિષ્કલ છે. સુકૃતમાં શ્રી નમિજિનને વંદન કરનાર શ્રી કૃષ્ણ પુત્ર, પાલક વિ. ના દૃષ્ટાંતો જાણવા.
તે ઈતિ ૪ અંશે ૫ મો તરંગ પૂર્ણ
1 અંશ – ૪ (તરંગ - ૬) I
વળી તેજ ઔષધના દૃષ્ટાંતોથી બીજી રીતે ધર્મના ચાર ભેદ કહે છે.
શ્લોકાર્થ - (૧) દોષ (૨) ગુણ (૩) ઉભય અને (૪) અનુભય જેવી રીતે ચાર પ્રકારના ઔષધો છે. તેવી રીતે ચાર પ્રકારના ધર્મ છે. તે આ પ્રમાણે :
(૧) મથ્યાત્વ (૨) વિધિ થી યુક્ત (૩) વિધિ રહિત (૪) ભાવ શુન્ય.
વિશેષાર્થ:- તેમાં પહેલા અને છેલ્લા ધર્મની વ્યાખ્યા પહેલાની જેમ છે. વળી વિધિ યુક્ત ધર્મ બીજા ઔષધની જેમ કેવલ ગુણકર છે. કારણ કેવળ શુભ પ્રકૃતિ (કર્મ) બંધનું કારણ અથવા કર્મના ક્ષયનું કારણ છે. વળી સંસારમાં રહે ત્યાં સુધી સ્થાને સ્થાને મનવાંછિત ઈચ્છિતથી અધિક નિર્મલ સુખ સંપત્તિની પ્રાપ્તિનું કારણ બને છે. તેમાં જ્યાં જે વિધિ છે તે કહે છે. જિન પૂજા, દાન, જ્ઞાન, અધ્યયન, સામાયિક, પ્રતિક્રમણાદિ ને વિષે જ્યાં જ્યાં કહ્યું છે ત્યાં ત્યાંથી જાણી લેવું. જેવી રીતે જિનપૂજા માટે કાલ જોવો, સ્નાન,
pB8e88888888BBGeeeeeeeeee8888898898888
ngദമാഭിമാഭമഭാമഭാജമാദsaan
રત્નાકર
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 320 અંશ-૪, તરંગ-5 |