________________
કરે છે અને ગુણ સ્વલ્પ કરે છે. જેમકે કફ પિત્તના તાવવાળાને જ સિતાનુકૂચિ ઔષધ તે રોગીના પિત્તનું ઉપશમન કરે છે. પરંતુ શ્લેષ્મ અધિક તર કરે છે તેથી બહુ દોષ છે. કારણ કે દુઃખે કરીને કફનો પ્રતિકાર થતો હોવાથી તે બહુદોષવાળું થાય છે.) પિત્તના ઉપશમરુપ સ્વલ્પ ગુણ છે કારણ કે તેનો સારી રીતે પ્રતિકાર થતો હોવાથી સ્વલ્પ ગુણ છે. કેટલાક ઔષધ માત્ર દોષ કરે છે. જેવી રીતે પિત્તના તાવવાળાનો તાવ વધવાથી ગણગણ કરતા ત્રિદોષની ભ્રાન્તિથી વૈદ્ય બતાવેલો અષ્ટાદશક્વાથ તે ખરેખર વિકારને વિશેષ પ્રકારે વધારે છે. વળી અલ્પ પણ ગુણ કરતું નથી.
બીજા કેટલાક ઔષધ રોગીને જલ્દી ગુણ કરે છે. (રોગ ને શમાવે છે) જેવી રીતે પિત્તના તાવથી પીડાતાને જ ચંદનાદિકવાથ તે જ ઔષધ તે રોગીના તે વિકારને શમાવે છે. પરંતુ કાંઈપણ દોષ કરતો નથી અથવા બીજા ઔષધો યથા યોગ્ય ચાર ભાંગાને વિષે બતાવવા.
(૧) અલ્પ (૨) બહુ (૩) સર્વ વિધિહીન (૪) વિધિયુક્ત ધર્મ તેવી રીતે ચાર પ્રકારે છે. એ પ્રમાણે ઉત્તરાર્ધની વ્યાખ્યા થઈ.
(૧) અલ્પથી (૨) બહુથી (૩) હીનવિધિથી એ પ્રમાણે ધર્મના ત્રણ પ્રકાર અને વિધિથી પરિપુર્ણ સંપૂર્ણ વિધિ સહિત ચાર પ્રકારે ધર્મ છે. પૂર્વે કહેલા ઔષધના ચાર પ્રકારની જેમ ગુણ દોષને કરનાર છે તેમાં પ્રથમ ઔષધની જેમ અલ્પ વિધિહીન ધર્મ અલ્પદોષ અને કલ્યાણકારી ફલ આપવા રૂપ બહુ ગુણને કરે છે જેવી રીતે ઉદ્યાન આદિવાળા કોઈક ગામમાં નામે કરી રામ વામન – સંગ્રામ ત્રણ ક્ષત્રીય પુત્રો હતા. બાળપણે રમત કરતાં ગામથી બહાર ધ્યાનમાં રહેલાં, આંખોમાંથી પાણી ઝરતાં એક મુનિને જોયા અનુકંપા ઉત્પન્ન થઈ એટલે તેઓએ તેમના લોચનમાંથી કંટક (કણીયો, કચરો) કાઢવા માટે ત્યાં એક વાંકોવળી પશુની જેમ થયો. તેની પીઠ ઉપર બીજો ઉભો રહ્યો અને ત્રીજાએ તેના હાથનાં અવલંબનથી તેણે મુનિની સેવા - વૈયાવચ્ચ (કણીયો કાઢવા રૂપ) કરી.
ત્યાં તે કણીયો કાઢતાં મુનિના મુખની દુર્ગધથી વામન ને કંઈક સંકુચી પણું થયું. પછી નિવૃત્ત થયેલા તેઓ પરસ્પર બોલ્યા અહો ! આ પુણ્યનું
PRESSRESASARRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ).
અંશ-૪, તરંગ-૮
dવIEWHEELEBBIN!!!!!!!!!!!!!/////////////EIR PH[T[HEBREવIBEdધકINHJIBILI[BIEHTIHEEEEEEian
hin
SHREEBHARBHEEDITERRIGHTBu
i libritage
site