________________
દોષ ક૨ના૨ો થાય છે. કેવલ હું ઔષધ (ઉપચાર) કરુ છું. એ પ્રમાણે રોગ વિના ગર્વને કરે છે.
તેવી રીતે ભાવ શૂન્ય ધર્મ ગુણ પણ નહિ અને દોષ પણ નથી કરતો એ પ્રમાણે પહેલાં કહેલી વિચારણા જાણવી એ પ્રમાણે છઠ્ઠા ઔષધનું દૃષ્ટાંત અને દાષ્ટાન્તિકની વિચારણા પૂર્ણ ॥૬॥
શ્લોકાર્થ :- એ પ્રમાણે છ પ્રકારના ઔષધના દૃષ્ટાંતથી ધર્મના ફલને વિશેષ રૂપે જાણનારાઓ ! ભવ રૂપી શત્રુ પર જયરૂપી લક્ષ્મી મેળવવા માટે સતતૢ આ શુધ્ધ ધર્મમાં પ્રયત્ન કરો ઈતિ.
તપાગચ્છાધિપતિ શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત ઉપદેશ રત્નાકરના પ્રારંભ
॥ ૪ અંશે ૭ મો (તરંગ પૂર્ણ) થયો. II
અંશ
૪ (તરંગ-૮)
તટે.
T
શ્લોકાર્થ ઃ- (૧) ગુણ (૨) દોષ (૩) અધિક દોષ (૪) અધિકગુણ કા૨ક જેવી રીતે ચાર પ્રકારના ઔષધ હોય છે. તેવી રીતે (૧) અલ્પ (૨) બહુ (૩) સર્વ વિધિ હીન (૪) વિધિ સહિત એમ ચાર પ્રકારે ધર્મ છે.
વિશેષાર્થ :- જે રીતે ચાર પ્રકારના ઔષધ ક્રમે કરી ગુણ અને દોષ બન્ને અધિક કરે છે અર્થાત્ તેનાથી ઈતર (બીજું) માત્ર સ્વલ્પ દોષ અને માત્ર સ્વલ્પ ગુણ કરે છે.
તે આ રીતે :- કેટલાક ઔષધ અધિક ગુણ કરે છે અને વળી દોષ સ્વલ્પ કરે છે જેવી રીતે કફ અને પિત્તના તાવવાળાને ક્ષુદ્રાદિ ક્વાથ તે કંઈક પિત્તને કરે છે પરંતુ તે પિત્તનો સારી રીતે પ્રતિકા૨ થઈ શકે છે (ઉપશમાવી શકાય છે) તેથી તે સ્વલ્પ દોષ છે. કફને તો કાઢી નાંખે છે. અર્થાત્ શમાવી શકે છે. એટલે તે બહુ ગુણ છે. કારણ કે શ્લેષ્મ કાઢવો ઘણો મુશ્કેલ છે. છતાં તે કાઢે છે તેથી બહુ ગુણવાળું ઔષધ છે. કેટલાક ઔષધ અધિક દોષ
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (328) અંશ-૪, તરંગ-૮