Book Title: Updesh Ratnakar Part 01
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 369
________________ આપણને શું ફળ મળશે ? ત્યારે એક હસીને બોલ્યો હું તો હમણાં પશુ પણું પામ્યો છું તેને નિવારીને બીજો બોલ્યો. મને આ પુણ્યનું ફળ ભવિષ્યમાં નિષ્કટક રાજ્ય મલો ત્યારે કાંટો કાઢનાર ત્રીજો બોલ્યો તે બધું ! આ પ્રમાણે પુણ્યના ફળનું પ્રમાણ કરવું ન જોઈએ ઈત્યાદિ. પછી તેઓ કંઈક શ્રાવક ધર્મ આરાધીને આયુષ્ય પૂર્ણ થયે. સ્વર્ગના સુખને ભોગવીને રામ હાથી થયો સંગ્રામ તપન નામે રાજા થયો. વામન પુણ્યાત્ય નામે રાજા થયો. જેની પાસે ઘાસ વજ થઈ જતું હતું અને વજના બલે અખંડ પૃથ્વીનું સામ્રાજ્ય અનુપમ રીતે ભોગવી જિનપ્રાસાદ કરાવવા રૂપ અભિગ્રહના સત્વથી ખુશ (પ્રસન્ન) થયેલ દેવતાએ બનાવેલા જિનમંદિરમાં જિન પ્રતિમાના દર્શનથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મોક્ષ સામ્રાજ્યને પ્રાપ્ત કર્યું. પરંતુ પૂર્વભવમાં દુર્ગછા કરવાથી પૂર્વે કેટલાક વર્ષો સુધી અંગનું સંકોચન પામ્યો ઈતિ ધર્મમાં દુર્ગછા ધર્મફલમાં શંકા વડે તેનું પ્રમાણ કરવા વિ. રૂપ જ અવિધિ તે સ્વલ્પ કષાય કરવા દ્વારા કરેલો ધર્મ હોવાથી સ્વદોષ વાળો (કલુષિત) ધર્મ થયો. અવિધિ યુક્ત કે વિધિ હીન રહિત) એક જ અર્થ સમજવો રામ વિ. જે સ્વલ્પ વિધિ હીન ધર્મ મુનિના નેત્રમાંથી કંટક કાઢવા રૂપ કરેલા ધર્મથી તેઓને ક્રમથી પશુપણું, પરિમિત રાજ્ય અંગ સંકોચ રૂપ દોષ સ્વલ્પ થયો પરંતુ ગુણતો બહુ થયો કારણ કે હાથી હોવા છતાં પણ અવધિજ્ઞાન, શ્રી સમ્યકત્વ મૂલ બાર વ્રત યુક્ત શ્રાવક ધર્માદિ અનુત્તર, અનુપમ શુભફલની પ્રાપ્તિ થઈ તે ઘણો ગુણ થયો. બીજાને પણ રાજ્ય મલ્યા પછી ચારિત્ર પામવા થકી કેવળ જ્ઞાન વિ. પ્રાપ્ત થયું. - ત્રીજાને તો જિન પ્રતિમાના દર્શનથી ગૃહસ્થપણામાં પણ કેવળજ્ઞાન વિ. ની પ્રાપ્તિ થઈ તે બહુગુણ થયો. ઈતિ પ્રથમ ઔષધ દૃષ્ટાંત વિચાર્યું. તેવી રીતે બીજા ઔષધની જેમ ઘણી વિધિ હીન પૂર્વકનો ધર્મ સ્વલ્પ ગુણ અને બહુ દોષને કરે છે. જેમકે નિયાણાપૂર્વક કરેલા ધર્મથી વાસુદેવો પણ ત્રિખંડ સામ્રાજ્યની પ્રાપ્તિરૂપ સ્વલ્પ ગુણ પામે છે. અને તે પછી અવશ્ય નરકના દુઃખની 072888888888888BBRABARBARBERARB.BRRRRRRRRRRRRRRRRR પ્રકારHausa RaaBaaa8B9%aa%9B888888 | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] 330) અંશ-૪, તરંગ-૮ ]

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374