________________
પ્રાપ્તિરૂપ દોષ ઘણો થયો. વળી એ પ્રમાણે બ્રહ્મદત્તચક્રી વિ. ના દૃષ્ટાંતો યથાયોગ્ય અહીંયા જાતેજ વિચારવા અને નિયાણાદિ અવિધિથી બહુતર લોભાદિ કષાય ઉત્પન્ન કરનાર હોવાથી દોષ બહુ થયો રા
તેવી રીતે સંપૂર્ણ રીતે વિધિથી હીન ધર્મ ત્રીજા ઔષધની જેમ માત્ર દોષ જ કરે છે. જેવી રીતે સુસઢનો તપ અથવા મરિચિનો ધર્મ, જાતિ મદથી કપિલ! ધર્મ અહીંયા પણ છે અને ત્યાં પણ છે એવા દુષ્ટ (ખરાબ) વચનથી ધર્મ દુષિત થયો.
તેવી રીતે આગમમાં કહ્યું છે કે :- એક દુર્વચનથી મરિચિ દુઃખ રૂપ સાગરમાં ડૂળ્યો અને એક કોડાકોડિ સાગરોપમ ભમ્યો અને તમૂલક સંસાર, નીચ ગોત્ર, ત્રિદંડી પણું પામ્યા એ પ્રમાણે તેના બીજા ભવે સ્વર્ગમાં જવા છતાં મિથ્યાત્વથી મલિન થવાના કારણે દોષ રૂપ જ ધર્મ જાણવો.
અથવા શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનો દુર્મુખના વચનથી રોદ્રધ્યાન વાળો કાઉસગ્ગ, શ્રી વીર પ્રભુએ સાતમી નરક પૃથ્વીમાં જવાના કારણ રૂપ જોયો.
ખોટું (ઉર્દુ) આચરણ તેજ અવિધિ તેથી કાઉસગ્ગાદિમાં રૌદ્રધ્યાનાદિથી અવિધિપણું પ્રત્યક્ષ છે વળી તીવ્ર કાષાયના પરિણામથી યુક્ત એક પણ અવિધિ બાકી કરેલી બધીયે વિધિને વિફલ કરે છે એ પ્રમાણે તે એકથી પણ કલુષિત ધર્મ બધી વિધિથી રહિત જાણવો. ઈતિ બીજા પણ યથા યોગ્ય દૃષ્ટાંત અત્ર મૂકવા-જાણવા જોડવા ઈતિ (તૃતીય) ત્રીજા ઔષધ રૂપ દૃષ્ટાંતની વિચારણા Hill
તેવી રીતે ચોથા ઔષધની જેમ સંપૂર્ણ વિધિથી પૂર્ણ ધર્મ કેવલે ઈચ્છિત સકલ શ્રેયસ્કર આદિની પ્રાપ્તિરૂપ કેવળગુણને કરે છે જેમકે વિધિ પૂર્વક આરાધેલ એક દિવસનું ચારિત્ર પણ પુંડરિકઋષિને સર્વાર્થ સિધ્ધના સુખનું સામ્રાજ્ય આપનારું થયું.
શ્રેણિકરાજાની દેવ પૂજા (ભક્તિ) સંગમ (શાલિભદ્રના પૂર્વભવ) નું દાન, શ્રી કુમારપાલ વિ. રાજાઓનો શ્રાવક ધર્મ અને નાગકેતુનો શ્રીપર્યુષણા પર્વમાં કરેલો (અઠ્ઠમ) તપ એ પ્રમાણે બીજા પણ દૃષ્ટાંતો યથા યોગ્ય કહેવા
Enastaanaaaaaaaa%a4ensusuanisatisuaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
a aaaaaaaaaa
B88084e8a96ea898988888888888888888
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૪, તરંગ-૮
lagaaduisegaeneggaawaataaaaaa