________________
સ્વલ્પ કરે છે અને શ્લેષ્મ (કફ) વધવાથી દોષ ઘણો થાય છે. કારણ કે શ્લેખનો પ્રતિકાર દુષ્કર છે /રા
(૩) વળી બીજા ઔષધ અધિક ગુણ કરે છે અને દોષ સ્વલ્પ કરે છે. જેમકે કફ પિત્ત ના તાવવાળા ને જ ક્ષુદ્રાદિ કવાથ કંઈક પિત્તને પ્રકોપે છે. પરંતુ તે સ્વલ્પ દોષ છે. કારણ કે તેનો પ્રતિકાર સારી રીતે થઈ શકે છે. કફને તે શોષી નાંખે છે તે ઘણો ગુણ છે કારણ કે કફનો પ્રતિકાર દુષ્કર છે
Ill
(૪) વળી કેટલાક ઔષધ માત્ર ગુણ જ કરે છે. જેમકે પિત્તના વર વાળાને ચંદનાદિ કવાથ જ એ પ્રમાણે દૃષ્ટાન્ત ની સ્પષ્ટતા કરીને દાષ્ટાન્તિક ને કહે છે. તે આ પ્રમાણે. ' (૧) મિથ્યાત્વ:- મિથ્યાત્વ યુક્ત યજ્ઞ અને દાન રૂપ ધર્મ અને અવિધિ અને વિધિ યુક્ત જૈન ધર્મ એમ ચાર પ્રકારે ધર્મ જાણવો. - તેમાં યજ્ઞરૂપ ધર્મ પંચેન્દ્રિય જીવના ઘાતક રૂપ હોવાથી કેવલ દોષને પોષે છે. કહ્યું છે કે :- જેઓ દેવને ભેટણાના ન્હાનાથી અથવા યજ્ઞના ન્હાનાથી ધૃણા વિનાના થઈને પશુઓને મારે છે. (હણે છે) તેઓ ઘોર દુર્ગતિને પામે છે અથવા દુર્ગતિમાં જાય છે. વળી મિથ્યાત્વીનો દાન ધર્મ ભવાંતરે કંઈક માત્ર ભોગની પ્રાપ્તિ આદિ રૂપ સ્વલ્પ ગુણને કરે છે. દા.ત. લાખ બ્રાહ્મણ લોકોને ભોજન કરાવનાર વિપ્ર તે દાનના પ્રભાવથી સેચનક હાથી થયો તે શ્રેણિક રાજાનો પટ્ટહસ્તિપણે પામેલો વિવિધ ભોજન, અલંકાર વિ. ની પ્રાપ્તિરૂપ ગુણ સ્વલ્પ ગુણ અને મનુષ્યપણું હારી જઈને તિર્યંચ ગતિની પ્રાપ્તિ વિ. બહુ દોષ તે દાન ધર્મથી પામ્યો તેવી રીતે અવિધિ યુક્ત હોવા છતાં જિન ધર્મ બહુગુણ અને સ્વલ્પ દોષને કરે છે. જેમકે વામસ્થલીમાં રહેતા શ્રેષ્ઠિની કષાય પૂર્વકની જિનપૂજાનો ધર્મ એકવાર મ્લેચ્છ કુલમાં ઉત્પન્ન થવા ૨૫ સ્વલ્પ દોષ અને ફરી જિન ધર્મની પ્રાપ્તિ આદિ રૂપ બહુગુણ જાણવો મેતાર્ય, હરિકેશી, બલઋષિ આદિ દૃષ્ટાંતો અહીંયા જાણવા Imall વિધિથી યુક્ત જિન ધર્મ ગુણ જ કરે છે. જેમ કે આનંદ આદિ આ દૃષ્ટાંતનો વિચાર પછીની ગાથા થી જાણવો ઈતિ III
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અંશ-૪, તરંગ-૯
imaa%B
alaimantinuuuuuNturvanulliviantariumluviaaaaaaaaaaaaaaaaa
p០០០០០០០០១០០២០០០%8០០8888088008a9999:13]