________________
| વામન સ્થલી વાસી શ્રેષ્ઠિની કથા :- | વામન સ્થલીમાં કોઈક ધનાઢય જૈન શ્રેષ્ઠિ રહેતો હતો. તેને ચાર પુત્રો હતા. તેના આવાસમાં ચોથે મજલે ૮૪ પેટીઓ રત્નથી ભરેલી હતી. ત્યાંજ મંદિર હતું.
એક વખત પુત્રોને ઘરનો ભાર સોંપીને શ્રેષ્ઠિ જિનપૂજાને માટે ચોથે મજલે ગયા. અને ત્યાં બધી પેટીની ઉપર જ કુચીઓ પડેલી જોઈ તેથી કોમળ વાણીથી પુત્રને બોલાવીને કહ્યું કે પેટી ઉપર કુંચીઓ મૂકવાના કારણે તાળું મારવાનો શો અર્થ ? એ પ્રમાણે યુક્તિપૂર્વક તેમને વાર્યા આ પ્રમાણે બે ત્રણવાર નિવારવા છતાં પણ જેણે દુઃખ જોયું નથી તેવા તે પુત્રોએ મજાક કરતાં ત્યારે તેવી જ રીતે ફરીથી મૂકી એક વખત શ્રેષ્ઠિ જિન પૂજાને માટે
ત્યાં ગયા ત્યારે ત્યાં તે જ રીતે પડેલી ચાવીઓ જોતાં પૂત્ર ઉપર કંઈક રોષવાળા મનથી જિનપૂજા કરી અને ચૈત્યવંદન કર્યા પછી દેવ યોગે મૃત પામીને ભીલ્લોની પલ્લીમાં ભીલોના પતિનો પુત્ર થયો.
ક્રમે કરી પલ્લી પતિ પણે પામ્યો. પાંચસો ચોરથી પરિવરેલો વારંવાર ચોરિને કરતો વામન સ્થલીમાં આવેલા પોતાના જ આવાસમાં પ્રવેશ્યો અને ત્યાં તે રત્નની પેટીઓ જોતાં તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને પોતે જાતે પૂર્વ ભવમાં રોષ પૂર્વક કરેલા જિનપૂજા રૂપ ધર્મને નિંદતો ત્યાં જ તે જિન મંદિરની સામે નવકાર મંત્રના ધ્યાનમાં લીન બની રહ્યો અને ચોરો ચાલ્યા ગયા બાદ સવારે રાજા ત્યાં આવ્યો રાજાએ પૂછ્યું ત્યારે તેણે પોતાની પૂર્વભવની વસ્તુઓનું જ્ઞાન કહ્યું તેથી બધા આશ્ચર્ય પામ્યા પછી રાજાએ છત્ર નીચે સ્નાન કરાવી (અભિષેક કરવા દ્વારા) તેને જ ગૃહપતિ બનાવ્યો લાંબાકાળ સુધી ધર્મ કરીને અવસરે દીક્ષા લઈ કેવળ જ્ઞાન પામીને સિધ્ધ થયા.
શ્લોકાર્થ :- ઔષધના ચાર પ્રકારના દૃષ્ટાંત જાણીને નાના પ્રકારની ધર્મ વિધિની સારી રીતે પરિક્ષા કરીને તેનો આદર કરો, જેથી કરીને ભવરૂપ શત્રુપ૨ જયરૂપ લક્ષ્મીને પામો (તમે મેળવો) ઈતિ.
તપા ગચ્છાધિપતિ શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત ઉપદેશ રત્નાકરના પ્રાચ્યતટે ૪ અંશ પણ સમાપ્ત થતાં સંપૂર્ણ ચોથો શુધ્ધિ નામનો
છે. પ્રથમ તટ નો નવમો તરંગ પૂર્ણ - | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)334) [ અંશ-૪, તરંગ-૯
P
saea8saaaaaaaaaa
aaaaaaaa
888888888888nese
043
gadદરકાર
TRIBUNTERNET
#િlatfaitieeeeeeeeeeeepawaanegermannatzદર !