________________
વળી કેટલાક ઔષધ ગુણ અને દોષ પૂર્વે કહેલા સ્વરૂપ જેમ બન્નેઉ કરે છે જેવી રીતે વાત અને પિત્તના તાવવાળાને પદ્માક્ષાદિ ક્વાથ તે ક્વાથ પિત્તનું ઉપશમન કરતો હોવાથી ગુણ કરે છે. અને વાત, વિકારને વધારતો હોવાથી દોષ રૂપ પણ બને છે ।।ઈતિ
(૩) મિશ્ર :- સમ્યક્ત્વ અને મિથ્યાત્વથી મિશ્ર ધર્મ તે પહેલા કહેલા સ્વરૂપવાળો ગુણ અને દોષ બન્ને કરે છે. જેવી રીતે શ્રીધરને થયો તેનો સંબંધ આ પ્રમાણે છે :
શ્રી ધરની કથા
ગજપુરમાં શ્રીધર નામનો વેપારી રહેતો હતો. પ્રકૃતિથી તે ભદ્રિક હતો. એક વખત તેણે મુનિની પાસેથી જિન પૂજાના ફલરૂપ ધર્મ સાંભળ્યો અને પૂજાનું ફલ જાણ્યું તેથી જિનધર્મ અંગીકાર કર્યો જિન પ્રતિમા બનાવી અને તે પ્રતિમાની પૂજા કરીને તેની આગળ ધૂપ કરતાં અભિગ્રહ કર્યો “જ્યાં સુધી ધૂપ સળગતો રહે ત્યાં સુધી અહીંથી હલીશ નહિ” દેવયોગે ત્યાં સર્પ નીકળ્યો તો પણ તે ત્યાં સુધી નિશ્ચલ રહ્યો કે જ્યાં સુધી તે ડંસે છે. તેટલામાં તેના સત્યથી સંતુષ્ટ થયેલી શાસન દેવતાએ તે સર્પને દૂર કર્યો અને ખુશ થવાથી લક્ષ્મીને આપનાર મણિને આપ્યો પછી રત્નના પ્રભાવથી તેના ઘ૨માં લક્ષ્મી વધવા લાગી તેમ તેમ તેને જિન પૂજા પ્રત્યે આદર વધવા લાગ્યો.
એક વખત કોઈક મિથ્યાદષ્ટિની પાસે તેનો ધર્મ સાંભળ્યો ભદ્રિક પરિણામ હોવાથી તે પણ તેનામાં પરિણામ (વિશ્વાસ) પામ્યો અને તેના કહેવાથી વિશ્વાસ પૂર્વક એક યક્ષની પ્રતિમાને શ્રી જિન પ્રતિમાની જેમ સમાન આસન પર બેસાડી અને પૂજી (પૂજવા લાગ્યો) ક્રમે કરી ભક્તિથી કોઈ કોઈના કહેવાથી ચંડીકા અને ગણેશની મૂર્તિ બનાવડાવી તે પૂજતો હતો.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 324 અંશ-૪, તરંગ-૭