________________
પુરુષને જ થાય છે. સદા વિધિ પક્ષનો આરાધક ધન્ય છે. વિધિનું બહુમાન કરનાર ધન્ય છે. વિધિ પક્ષને દૂષણ નહિ લગાડનાર ધન્ય છે. વળી કેટલાક વિધિનું બહુમાન કરનારા આસન્ન સિધ્ધ બને છે. વિધિનો ત્યાગ કરનારા, અવિધિથી ભક્તિ કરનારા, અભવ્ય કે દુર્ભવ્ય છે. તેમાં વિધિ પૂર્વક દાન દેવામાં શ્રી શાલીભદ્રનો પૂર્વ ભવ સંગમાદિના દૃષ્ટાંતો જાણવા કહ્યું છે કે :(૧) પહેલાં મંત્રણા કરી નથી (૨) વિચાર કર્યો નથી (૩) કોઈ સાથે સ્પર્ધા પણ કરી નથી (૪) ફલની ઈચ્છા કરી નથી (૫) પાછળથી પશ્વાતાપ કર્યો નથી (૬) અનુશય (૭) ગર્વ કર્યો નથી (૮) નાખુશ થયો નથી અર્થાત્ હર્ષ જ ધર્યો છે. આ આઠ ગુણો સંગમમાં હતા. ll૧ll ઈતિ. તેથી જ તે પૂર્વે કહેલા સ્વરૂપવાલી વિધિથી હીનધર્મ ત્રીજા ઔષધની જેમ ઉભય રીતે એટલે કે ગુણ અને દોષ બને કરે છે. જેમકે નિધિદેવનું દાન તેણે પૂર્વ ભવમાં નાનાભાઈને વિષે ઈષ્ય ધરીને મુનિને જે દાન આપ્યું તેનાથી તેને વિશ કરોડ સુવર્ણનો માલિક બનવાનું બન્યું તે રૂપ ગુણ થયો તેનાથી ભોગ રહિત પણે નિર્વિવેક પણું ધર્મની દુર્લભતાદિ રુપદોષ થયો ઈતિ
શ્લોકાર્ધ - વિધિ સાધકો ? આ પ્રમાણે વિધિ અવિધિ કરતાં થયેલાં ગુણ દોષ કરનાર આશ્ચર્યકારી ધર્મને જાણીને ભવરૂપ શત્રુ ઉપર જયરૂપ લક્ષ્મી મેળવવા માટે એમાં (ધર્મમાં) પ્રયત્ન કરો. Iઈતિil.
તે ૪ અંશે તરંગ - ૬ પૂર્ણ . 1 અંશ – ૪, તરંગ |
આગળ કહ્યા પ્રમાણે બીજી રીતે ઔષધના છ ભાંગાના દષ્ટાંતથી ધર્મના છ ભાંગા કહે છે.
શ્લોકાર્થ - (૧) ગુણ (૨) દોષ (૩) સરખું (૪) બેમાંથી ગુણ વધારે (૫) બેમાંથી દોષ વધારે અને (૬) ઉભય નહિ જેવી રીતે ઔષધ છે. તેવી રીતે ૬ પ્રકારે ધર્મ છે.
(૧) સમ્યકત્વ (૨) મિથ્યાત્વ (૩) મીશ્ર (૪) વિધિ રહિત ધર્મ (૫) વિધિ સહિતધર્મ (૬) ભાવ શૂન્ય, ધર્મ એમ છ પ્રકારે છે. [ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (322) અંશ-૪, તરંગ-૬-૭]
RRRRRRRABASSES
38RRRRR-BRRRARI
8888888888888880%aa%aasmawanagemezaaaaaaa