________________
વ્યાખ્યા - જેવી રીતે ઔષધ છ પ્રકારે છે તેવી રીતે ધર્મ પણ પ્રકારે છે હવે દૃષ્ટાંત અને દાઝાન્તિકની વ્યાખ્યા અને યોજના દરેકની જુદી જુદી કહે છે.
વ્યાખ્યા :- (૧) ગુણ :- જેવી રીતે કેટલાક ઔષધો સારા વૈદ્યના કહેવાથી વિધિ પૂર્વક સેવેલ (પથ્ય વિ. ના પાલણ સહિત લીધા) હોય તો તે રોગીના રોગનું ઉપશમન વિ. રૂપ ગુણજ કરે છે. જેવી રીતે પિત્તના તાવથી પીડાતાને ચંદનાદિ ક્વાથ ગુણ જ કરે છે. તેવી રીતે સમ્યક્ત એના ઉપલક્ષણથી સમ્યકત્વ સહિત ધર્મ બીજા બધાય વિધિ હીન ધર્મની જુદી ગણના કરી હોવાથી (કરવાના કારણે) અહીંયા વિધિ યુક્ત (ધર્મ) જાણવો અને તેથી ગુરૂના વચનથી વિધિ સહિત આરાધનાથી આ ભવમાં યશ, સૌભાગ્ય વિ. ની પ્રાપ્તિ રૂપ ગુણ જ કરે છે.
બીજા ભવમાં આવતાં ભવમાં) વળી ઈન્દ્ર પણું, ચક્રીપણું, તીર્થકર વિ. ની સંપત્તિ રૂપ અથવા મોક્ષે ન જવાય ત્યાં સુધી ઉત્તરોત્તર સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ રૂપ ગુણ કરે છે. અથવા અશુભ કર્મના ક્ષયરૂપ અને શુભ પ્રકૃતિ (કર્મ) ના બંધ રૂપ ગુણ કરે છે. ઈતિ દૃષ્ટાંતો અહીંયા કાર્તિક શ્રેષ્ઠિ વિ. ના જાણવા ઈતિ પ્રથમ દૃષ્ટાન્ન અને દાષ્ટાન્તિકની વિચારણા થઈ ૧ll (સમ્યક્ત).
(૨) દોષઃ- જેવી રીતે કેટલાક ઔષધ દોષ રૂપ જ બને છે. એટલે કે વ્યાધિ વધારવા રૂપ બને છે. તે આ રીતે પિત્તના વધવાથી પિત્તના તાવથી દુઃખી ગણગણતા રોગીને અલ્પ બુધ્ધિવાળા કોઈક વૈદ્ય ત્રિદોષ તાવની શંકાથી “અષ્ટાદશકવાથ આપે છે. તે વળી વિશેષ પ્રકારે તેને વિકાર ઉત્પન્ન થવાથી તે રોગી મૃત્યુ પામે છે. વળી લેશ પણ ગુણ કરતો નથી. આથી જેવી રીતે પિત્તના તાવવાળાને અષ્ટાદશકવાથ કેવલ દોષકર થાય છે. તેવી રીતે મિથ્યાત્વ કેવલ અશુભ પ્રકૃતિ બંધરૂપ દોષ કરે છે. વળી અહીંયા અને પરભવે તેવા પ્રકારનો અવિવેક, અપકીર્તિ, દુઃખ, દુર્ગતિ વિ. ના દુઃખ સ્વરૂપ દોષ ને કરે છે. અહીંયા પણ દૃષ્ટાંત સુરમણિ પુરિના માલિક દત્તરાજા વિ. પૂર્વની જેમ જાણવા ઈતિ બીજા ધર્મની વિચારણા થઈ રll (મિથ્યાત્વ). | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૪, તરંગ-૭
શિક્ષiewspaperstepageBaaBanana RanausanAssissonsumssssssssuu
દ%aaaaaaaaaaBalasahastasiawatikaaaaaaaaaaa499
Brailllllb[lisherifffffflutiHiIELikr{rLHIGHEEEngag
u uuuuuuuuuuuuuuuuuuNahililithal
#Baa########RaaBaaaaaaaaaaaaaa