________________
ભાવુક જીવદ્રવ્ય પ્રાયઃ કરીને સારા અને ખરાબના સંગથી તુંબડાની જેમ ગુણ દોષને પામે છે.
ઃ
કહ્યું છે કે :- કેટલાક યતિના હાથમાં ગયેલા તુંબડાઓ (ભોજન) પાત્રને પામે છે. કેટલાક શુધ્ધ વાંસ પર લાગેલા સુમધુર સૂર કાઢે છે. (ગાય છે.) બીજા કેટલાક દોરા વડે ગુંથાયેલા દુસ્તર (સમુદ્ર) તરાવે છે. અને કેટલાક તેના મધ્યે બળી ગયેલા હૃદયવાળા (ગર કાઢી નાંખેલ તુંબડાથી) રક્ત પીએ છે. ||૧||
એક વખત ચોરોએ પોતાના ઘરમાં રહેલું બધું ચોરી લીધું તેથી ક્ષુબ્ધ થયેલો જ્યાં દેવીએ આપેલું તે મણિરત્ન શોધતાં તે પણ ન મલ્યું અનુક્રમે બાકી રહેલી પણ લક્ષ્મી ચાલી ગઈ ભોજનની પણ મુશ્કેલી થઈ તેથી દુઃખી થયેલો તે શ્રીધર તે દેવોની સામે ત્રણદિવસના ઉપવાસ કરીને બેઠો ત્રીજે દિવસે દેવો પ્રગટ થઈને બોલ્યા ભો ! શા માટે આ પ્રમાણે ઉપવાસ કરી અમને યાદ કર્યા ? ત્યારે તેણે મને લક્ષ્મી આપો એમ કહ્યું પછી દેવી બોલી રે દુષ્ટ ! મારી સામેથી જલ્દી ઊભો થા આ દેવો તારું ઈચ્છિત આપશે. જેઓને ભક્તિથી પોતાના ઘરમાં સારી રીતે લાવીને પૂજ્ય માન્યા છે. તેથી તે દેવો હસીને બોલ્યા ગણેશે ચંડિકા ને કહ્યું ભદ્રે ! ભક્તને ઈચ્છિત આપ. ત્યારે ચંડિકાએ પણ કહ્યું આ યક્ષ એનું ઈચ્છિત આપશે. જે ઉંચા આસને બેસાડાયો છે અને મારા પૂર્વે (પહેલાથી) પૂજાય છે. યક્ષે પણ કહ્યું એના ઈચ્છિતને શાસન દેવતા જ આપશે જે દેવીએ પહેલા પણ લક્ષ્મીને આપનારૂં રત્ન આપ્યું છે. આ પ્રમાણે દેવોની પોતાની આગળ મશ્કરી રૂપ વાણી સાંભળીને શ્રીધર ખીન્ન થયો. ત્યારે શાસન દેવતાએ કહ્યું કે જો પરસ્પર ઈર્ષ્યાવાળા આ બધા દેવો ઉપેક્ષા જ કરે છે. તેથી જો તું આ બધાને છોડીને એકાગ્ર મનવાળો બની જિનને પૂજીશ તો તારા ગૃહ આંગણમાં સર્વ પ્રકા૨ની લક્ષ્મી-સમૃધ્ધિ આવશે.... આ દેવોથી પણ શ્રી જિનની જ પૂજાથી ઈચ્છિત પ્રાપ્ત થશે તેથી કરીને (એકાગ્રમને ભક્તિપૂર્વક) દેવોના પણ દેવ એવા જિનની અચંચલતાથી ભક્તિ પૂર્વક પૂજાકર “જો લક્ષ્મીના સુખની વાંછા હોય તો” પછી યક્ષ વિ. નું વિનય પૂર્વક પોતાના ઘ૨માંથી વિસર્જન કરીને
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 325 અંશ-૪, તરંગ-૭