________________
બહુમાન આદિ વિધિ કરવી. કહ્યું છે કે સમય પ્રાપ્ત થયે પવિત્ર થઈને વિશિષ્ટ પુષ્પાદિ અને સારગર્ભિત સ્તુતિ, સ્તોત્ર રુચિપૂર્વક જિનપૂજા વખતે કરવાની વિધિ છે. વી એમ પંચાશકમાં કહ્યું છે.
દાનમાં આ પ્રમાણે વિધિ છે - આશંસાથી રહિત, શ્રધ્ધાપૂર્વક, રોમાંચ વિકસિત થવા પૂર્વક એકઠા કરેલા કર્મના ક્ષયના કારણભૂત સુપાત્રમાં દાન આપવું. ll૧/l
આરંભથી નિવૃત્ત થયેલા, આરંભ નહિ કરતાં અને નહિ કરાવતાં એવા સાધુઓને ધર્મને માટે ગૃહસ્થોએ દાન આપવું જોઈએ રાઈ
આગમમાં કહેલી વિધિ પૂર્વક મોક્ષના હેતુભૂત દાન આપવું વળી આવશ્યક નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે અતિથી સંવિભાગ, ન્યાય પૂર્વક પ્રાપ્ત કરેલું, કલ્પનીય અન્ન પાણી વિ. દેશ, કાલ, શ્રધ્ધા, સત્કારથી યુક્ત, પ્રકૃષ્ટ ભક્તિ પૂર્વક અનુગ્રહ (મુનિ મારા ઉપર ઉપકાર કરે છે તેવી) બુધ્ધિથી મુનિને - સાધુને દાન આપવું. ઈતિ.
જ્ઞાન ગ્રહણ કરવા વિ. માં આ પ્રમાણેની વિધિ છે. -
કાલજોવો, વિનય, બહુમાન, તથા ઉપધાન, કરવા અનિહવપણે (સૂત્ર આપનારને છૂપાવ્યા વિના) વ્યંજન, અર્થ અને ઉભય રીતે આ આઠ જ્ઞાન લેવાના આચારો છે. (જ્ઞાન લેવાની વિધિ સમજવી).
અને વળી જે સાધુ સંવીજ્ઞ, ગીતાર્થ, મધ્યસ્થ, દેશ, કાલ અને ભાવને જાણનાર, શુધ્ધ પ્રરૂપક હોય તે જ્ઞાનને આપે અસ્મલિત નિર્મલ આદિ ગુણે કરી યુક્ત, આગમમાં કહેલી કાલ ગ્રહણાદિ વિધિ સહિત કાજો લેવો, આસન પાથરવું, સ્થાપનાચાર્યજી મૂકવા વિ. જ્ઞાન લેવા માટેની વિધિ છે .રા.
નિદ્રા, વિકથા છોડી દેવી, ત્રણ ગુપ્તિ સહિત, અંજલી જોડી ભક્તિ બહુમાન પૂર્વક અને ઉપયોગ પૂર્વક સાંભળવું ઈત્યાદિ lial
સામાયિકની વિધિ - મન, વચન, કાયાના દુષ્પણિધાન (ફુયોગ) ના ત્યાગ કરવાદિ રૂપ વિધિ છે. અને પ્રતિક્રમણમાં ગીતાર્થો અડધો સૂરજ ડૂબે ત્યારે સૂત્ર બોલે ઈત્યાદિ આગમમાં કહેલી વિધિ છે. એ પ્રમાણે બીજા ધર્મપદ (શાસ્ત્ર) થી યથાયોગ્ય વિધિ જાણી લેવી અને વળી વિધિનો યોગ ધન્ય | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અંશ-૪, તરંગ-૬
#pagassessssssssssssanasgangasagaaeesagesaaggggae
BARRACHA.SE
જાવડા
28888