________________
હવે સારંભ ધર્મ ગૃહસ્થ સંબંધી છે તે ઘણા દોષવાળા આરંભથી રહિત છે. તે ત્રીજા ઔષધની જેમ ગુણ કરનાર છે. શ્રી સમ્યકત્વ, દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે ભક્તિ, સ્થૂલ (મોટી) હિંસાથી રહિત વિ. સુકૃત રૂ૫ ગુણ કરે છે. અને આજીવિકા આદિ માટે પકાયનું ઉપમર્દન રૂપ દોષને કરે છે.
જો કે ગૃહસ્થોનો ધર્મ બે પ્રકારે છે સારંભ અને અનારંભ તેમાં સારંભ જિન પ્રસાદ, જિન પ્રતિમા, પ્રતિષ્ઠા યાત્રા સ્નાત્રાદિ પૂજા સાધર્મિક વાત્સલ્યાદિ રૂપ (સારંભ) ધર્મ તે ત્રીજા ઔષધની જેમ ગુણરૂપ છે. તે કરનારને તેવા પ્રકારના શુભ અધ્યવસાયનું કારણ હોવાથી, જિનાજ્ઞાને આરાધવાની પ્રવૃત્તિ પણું હોવાથી, પુણ્ય પ્રકૃતિના બંધનું કારણ બને છે.
અને દોષ છકાય જીવની હિંસારૂપ આરંભની પ્રવૃત્તિ હોવાથી કંઈક અશુભ પ્રકૃતિ (કર્મ) બંધના કારણ રૂપ દોષને કરે છે. માટે ગુણ અને દોષવાળી ક્રિયા રૂપ ધર્મ કહ્યો છે. આથી જ તે જોઈએ તેવો શુધ્ધધર્મ નથી.
તેવી રીતે કહ્યું છે કે:- સારંભતાના કારણે ધનની સાધનાવાળો ધર્મ પણ અતિ શુધ્ધ નથી દ્રવ્યાત્મા છે.
નિઃસંગ આત્મા તો અતિ શુધ્ધિવાળા યોગથી મુક્તિ રૂપી લક્ષ્મીને તે ભવે પણ પ્રાપ્ત કરે છે. ll૧ (અધ્યાત્મકલ્પદ્રુમ) II ઈતિ . વળી અનારંભરૂપ સામાયિક, પૌષધાદિ રૂપ ધર્મ તે પણ ત્રીજા ઔષધ સમાન છે. તેને ઉલ્લંઘતો
નથી.
આરંભમાં પ્રવૃત્ત પુત્રાદિને વિષે અનુમતિની પ્રવૃત્તિ હોવાથી અને ગૃહપુત્ર, સ્ત્રી આદિ પરિગ્રહ વિ. હોવાથી તો તે સારંભ વાળો છે.
આગમમાં કહ્યું છે કે - પાંચ વિષયોની ઈચ્છા તે કામી, ઘરવાળા તે સગૃહી, અંગના સહ એટલે કે સ્ત્રીવાળો, દેશવિરતિ આચારવાળો અને સાધુ સર્વવિરતિયુક્ત છે.
વૃક્ષાદિ કાપવામાં, પૃથ્વી વિ. ને ભેદવું તેના વિષે પ્રવૃત્ત સામાયિકનો ભાવ હોવા છતાં પણ જે આધાકર્મિ પણ ખાય છે. આથી તે શ્રાવક સાધુ થતો નથી. ઈતિ નિશિથ ચૂર્ણમાં કહ્યું છે. આથી બરાબર શુધ્ધ નથી. તેથી જ એક | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અંશ-૪, તરંગ-૫
EB%2Bananamataaaaaaa4e0aaa%Bકક#aaaa BARBARA
અess
aaaaans?
see3e280288e8283aezaaહકકદાક888888888888કરી