________________
અંશ-૪ (તરંગ-૫)/
વળી તેવી જ રીતે ઔષધના દૃષ્ટાંત વડે બીજી રીતે ધર્મના ચાર પ્રકાર કહે છે :
શ્લોકાર્થ - (૧) દોષ (૨) ગુણ (૩) ઉભય અને (૪) અનુભય રૂપ જેવી રીતે આ ચાર પ્રકારના ઔષધ છે. તેવી રીતે ધર્મના ચાર પ્રકાર છે.
(૧) મિથ્યાત્વ (૨) અનારંભ (૩) સારંભ અને (૪) ભાવશૂન્ય વિશેષાર્થ -પહેલા પદની વ્યાખ્યા પૂર્વની જેમ સમજવી.
(૧) માત્ર આરંભ છજીવની કાયની વિરાધના સહિત ગૃહસ્થનો ધર્મ તે સારંભ ધર્મ.
(૨) આરંભ રહિત ધર્મ તે શ્રમણ સબંધી સર્વ વિરતિ સામાયિક આદિ ૨૫ અનારંભ ધર્મ.
તેમાં અશુભ કર્મ બંધના કારણરૂપ મિથ્યાત્વ પહેલાં ઔષધની જેમ દોષ જ કરે છે. સુરમણિના માલિક દત્તરાજાની જેમ.
(૩) અનારંભ ધર્મ તો યતિ (સાધુ) સંબંધી છે. તે બીજા ઔષધની જેમ માત્ર ગુણ રૂપ જ છે. શુભ પ્રકૃતિ (કર્મ) બંધના કારણવાળો અથવા કર્મક્ષયના કારણવાળો છે. અર્થાત્ શુભ કર્મ બંધ અથવા કર્મ ક્ષય કરે છે. તેથી ગુણરૂપ છે. પુંડરિક રાજા વિ. ની જેમ, અઈમુત્તા, કૂરગડુઋષિ વિ. ની જેમ અને કેસરિ ચોર, દઢપ્રહારી વિ. ની જેમ.
કહ્યું છે કે - ક્રૂર આચારવાળો પણ સંસાર રૂપ જેલથી જલ્દી છુટે છે. સામાયિક કરનાર કેસરિ ચોર ની જેમ ઉll
વળી એક દિવસનું અનન્ય મનથી પાળેલા સંયમવાળો જીવ જ્યાં સુધી મોક્ષે જાય નહિ ત્યાં સુધી અવશ્ય વૈમાનિક થાય છે. //વો અને વળી પણ કંચન, મણિ, સુવર્ણવાળું, હજારો સ્થંભવાળું, સુવર્ણભૂમિ તલવાળું જે જિન મંદિર બનાવે છે. તેના કરતાં પણ તપ સંયમનું ફલ અધિક છે. ઈતિ
# Baaaaaaaaaaaaaaaaaashainsadiadhansaaaasaaaaaaaaaaaaaaaaaaalidannaaaaaaaaaaaaaaaaમરણain
Audit
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૪, તરંગ-૫
##
##
#
શિhaaaaaaazus#gaધ્યક્ષ
#Baegetag#B3%E3]