Book Title: Updesh Ratnakar Part 01
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 315
________________ તેની ઈચ્છા રહી છે તેવા કર્મની પરિણતિના કારણે લધુ કર્મ થવાથી ભવિતવ્યતા (નસીબ)ના યોગે મનુષ્ય ગતિને પ્રાપ્ત કરી તેમાં પહેલો એક કુગુરુએ કહેલા શાસ્ત્રના અર્થથી ભાવિત થવા થકી કદાગ્રહી મિથ્યાત્વી બનેલો દિશાની ભ્રાન્તિ સમ ઉલ્ટા તત્વમાં મુંઝાયેલો, પહેલાં કહેલી મિથ્યા ક્રિયાને વિષે મન - વચન, કાયા, ધન આદિના બલથી અતિ ઉદ્યમશીલ બનેલો વિષ્ણુ પુરાણ વિ. માં કહેલ શતધનુરાજા વિ. ના દૃષ્ટાંતોથી અને વેદ પુરાણમાં કહેલ વચનોથી ઉત્પન્ન થયેલા જૈન ધર્મના દ્વેષથી અને પોતાના જ્ઞાન ક્રિયાના અભિમાનથી યક્ષ સરિખા સદ્ગુરુનો અને તેમના ઉપદેશનો દૂરથી ત્યાગ આદિ કરવા પૂર્વક અવગણીને બધાથી પહેલો ઈષ્ટપુર સરિખા મોક્ષપુરે જવા માટે ઊભો થયેલો (તૈયાર થયેલો) પોતાના જ્ઞાન, ક્રિયાદિના ગર્વ થકી બીજા દર્શનકારોના સંસર્ગ અને વાર્તાલાપથી ઉત્પન્ન થયેલા પ્રાયશ્ચિત્તની બીકથી માર્ગમાં મળેલા સારા મુસાફર સરિખા જૈન સાધુ - શ્રાવકો ને સન્માર્ગને નહિ પૂછતો શક્તિશાળી એવા પગની ત્વરિત ગતિ સરખા જેમ જેમ અનંત જીવના સમૂહવાળા કંદમૂલ, સેવાલ વિ. ના ભોજન, અગ્નિ હોત્ર, યજ્ઞ વિ. મિથ્યાત્વની ક્રિયા અત્યંત કરે છે. તેમ તેમ તેનાથી ઉત્પન્ન થયેલા મહાઆરંભ જીવ ઘાત વિ. પાપ કર્મના કારણે અશ્વગ્રીવ રાજાના પુરોહિત વિ. ની જેમ અત્યંત એથી અત્યંત એનાથી પણ અત્યંત દુઃખમય હલકા મનુષ્ય, તિર્યંચ, નરક વિ. માં પડેલો, દુર્લભ બોધિપણા વડે કરીને અનંત ભવરૂપી વનમાં ૮૪ લાખ જીવાયોનિની માંહી ભટકતાં શિવપુરથી ઘણો દૂર થઈ જાય છે. વળી અનંત કાલ ગયે છતે (જતાં) ત્યાં આગમમાં કહ્યા પ્રમાણે ક્રિયાવાદિ નિયમા ભવ્ય અને શુક્લ પક્ષી હોય છે. અને એક પુગલ પરાવર્તન કાલમાં નિયમા સિધ્ધિ ગતિને પામે છે. ભલે તે સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિવાળો હોય તો પણ આ પ્રમાણે દશાશ્રુત સ્કંધની ચૂર્ણિમાં બતાવેલા શ્રાવક પ્રતિમાના અધિકાર વિ. ના વચનથી ક્રિયાની રૂચી હોવાથી અવશ્ય શિવગામી પણા થકી યથા પ્રવૃત્તિ કરણ કરવાથી પાર ઉતરેલો અપૂર્વકરણરૂપ સૂર્યોદય થયે છતે પોતાને ભ્રાન્તિવાળો માનતો અકામ નિર્જરાના યોગ વિ. થી ક્યારેક મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને કર્મનો ક્ષયોપશમ થવાના કારણે તત્વના શોધનથી ઉત્પન્ન થયેલી શ્રધ્ધાવાળો મિશ્રાદિ (?) ગુણ રિલીea8922222થરશaaaaaaaa aaવરસારસરણ્યશાસ્ત્રકારવાળea9 8888888888888888888888888888888888888888881 ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 276) અંશ-૩, તરંગ-૪|| litigatew adhusamaggiunatitananaaza8888ahinitisualiftmallutionsulidallasinaaaaaaaaatinidaily હોવાઝataaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaad

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374