________________
'હાથી થયેલ શ્રેષ્ઠિા
તેનો સબંધ આ પ્રમાણે છે :- કોઈક એક નગરમાં કોઈક દાનેશ્વરી શ્રેષ્ઠિ રહેતો હતો તે પાત્ર અપાત્ર ના વિવેકથી રહિત હોવાથી હંમેશા લાખ સોનામહોર આપીને જ ખાટલા (પલંગ)માંથી નીચે ચરણ (પગ) મૂકે છે અને તેની પડોશમાં એક વૃધ્ધ ડોશી સામાયિક કરે છે. એક વખત તે બને? ને કોઈક કારણથી પોતપોતાના કર્તવ્યના વિષયનો ભંગ થયો. તેથી તે બન્નેને ખેદ (અફસોસ) થયો. અધિક પણે અફસોસ કરતી વૃધ્ધાને જોઈને ગવાક્ષ (ઝરુખા)માં બેઠેલા શ્રેષ્ઠિ હાસ્ય પૂર્વક બોલ્યા આ પ્રમાણે અફસોસ કેમ કરે છે. હમણાં (આજે) ઘણા ઘણા પડપડા (મોટા મોટા) કાર્યો છે. ત્યારે વૃધ્ધા બોલી પોતાના દાનથી ગર્વિત થયેલા તમે આ પ્રમાણે સામાયિકની અવગણના કેમ કરો છો ? જેમ “કંચન મણિ સુવર્ણ” II૧ી એટલે કે એક સામાયિકનું ફલ કંચનમણિ અને સુવર્ણનું મંદિર બનાવીએ તેથી અધિક છે.
હવે એક વખત શ્રેષ્ઠિ મરીને હાથી થયો. વૃધ્ધા સામાયિકના ધ્યાનથી રાજાની પુત્રી થઈ.
એક દિવસ તે હાથીને તે રાજાએ પકડ્યો અને તેને પટ્ટહસ્તિ બનાવ્યો તેને એક વખત રાજમાર્ગમાં પોતાના ઘર આદિ જોઈને જાતિ સ્મરણ જ્ઞાન થયું. ખેદ પૂર્વક જમીન પર પડી સ્થિર રહ્યો અને ઉઠતો નથી વૈદ્યાદિઓ વડે ઉપચાર કરવા છતાંય ત્યાંજ પડી રહ્યો અર્થાત્ ઉઠતો નથી તેને જોવાને માટે આવેલી તે રાજાની પુત્રીને પણ પોતાના ઘર વિ. જોઈને જાતિસ્મરણ થયું. પછી રાજપુત્રી બોલી હે શ્રેષ્ઠિ ? હાથી રૂપે થયેલા ઉઠો. દાનના વ્યસનથી હાથી થયા છો હું બહુગુણ યુક્ત સામાયિક કરવાથી રાજપુત્રી બની છું આવા તેના વચનો સાંભળીને હાથી જલ્દી ઉભો થઈ ગયો. રાજા વિ. ને આશ્ચર્ય થયું. પછી રાજ કન્યાએ કહેલ હાથીનો પૂર્વ ભવ સાંભળીને તેઓને ધર્મના વિષયમાં માદર વિ. થયો એટલે કે ધર્મને માન આપનારા થયા.
અહીં વૃધ્ધાનું સામાયિક બીજાભંગના વિષયમાં પણ ઉદાહરણ રૂપે ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અંશ-૩, તરંગ-પ
NARRAARBAA86BBAR
B ADOS BAIRRORSE 938008888888888BRRRRRRRRRRRRRRRBARB8888BBARRABRO DE
88888888888888888888888888888888888888
REHHHHHHHEAgEHIBIBIHHHHHHHHHHHHHHEATREE
BELaguLLuuuuuuuuuuu1HUBHadTHLET Bihar