________________
અંશ-૩ તરંગ - ૮
ઔષધના દષ્ટાંતથી શાસ્ત્રોને પણ આશ્રયીને ચાર ભાંગા કહે છે -
શ્લોકાર્થ - (૧) મુખે (૨) પરિણામે જેવી રીતે મીષ્ટ અને અમીષ્ટ ઔષધ ચાર પ્રકારના છે. તેવી રીતે (૧) મહાભારત (૨) નરકસ્વરૂપ (૩) જિનાદિ શાસ્ત્ર (૪) ધૂર્તાદિ ચાર પ્રકારના ચરિત્રો છે.
વ્યાખ્યા :- ઔષધિની ચતુર્ભગીની વ્યાખ્યા પહેલાંની જેમ વિચારી લેવી. દૃષ્ટાંતની ઘટના (યોજના) આ પ્રમાણે છે. -
(૧) મહાભારત ઉપલક્ષણથી મિથ્યાત્વીઓએ કહેલા રામાયણાદિ ગ્રહણ કરવા, પ્રાયઃ કરીને તે યુધ્ધ વિ. થી રસવાળું હોવાથી સાંભળનારાઓને શરૂઆતમાં રસને ઉત્પન્ન કરે છે. (મીષ્ટ છે) વળી પરિણામે અમિષ્ટ છે. એ પ્રમાણે પ્રથમ ભંગ થયો... .
નરક વિભક્તિ એટલે નરકના સ્વરૂપને બતાવનાર અધ્યયન જે જૈન શાસ્ત્ર છે. ઉપલક્ષણથી તેવા પ્રકારના પાપ કર્મના વિપાક (ફલ)નું પ્રતિપાદન કરતાં શાસ્ત્રોને ગ્રહણ કરવા અને તે શાસ્ત્રો સાંભળનારાઓને ભય ઉત્પાદક હોવાથી શરૂઆતમાં કટુ લાગે છે. પરંતુ પાપ પ્રવૃત્તિથી નિવૃત્તિ થવાના કારણે પરિણામે મિષ્ટ (સુંદર) છે. ઈતિ બીજા ઔષધની જેમ શરુઆતમાં અમિષ્ટ છે. પરિણામે મિષ્ટ છે. ઈતિ બીજો ભાગો થયો રા.
જિનેશ્વરો (તીર્થકરો) આદિ શબ્દથી શ્રી ભરત ચક્રવર્તિ, શ્રી રામ, શ્રી કુમારપાળ વિ. ધર્મવીર, દયાવર, વિ. પુરુષગ્રહણ કરવા તેઓના ચરિત્રો પણ સાંભળનારાઓને શરૂઆતમાં પણ વીરરસ વિ.નું પ્રધાન પણું હોવાથી રસને ઉત્પન્ન કરે છે. અને મોક્ષ વિ. સદ્ગતિનું કારણ એવા ચારિત્રાદિના શુભ પરિણામનું કારણ હોવાથી પરિણામે પણ મહારસને આપનાર છે. એ પ્રમાણે ત્રીજા ઔષધની જેમ બને રીતે મિષ્ટ (સારૂ) છે. Hall
શeanશseesaaaaaaaaaaaaaaa
[[ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 300 અંશ-૩, તરંગ-૯ ]
2882sessssssssssssssssssssssssBBENBERGSBRRRRRRRRRRRRRRRRR338933883SSES
રત્નાકર
taaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa#Bantagges231