________________
પુણ્યસાર અને તેની માતા આદિને અવિધિ ક૨વાથી અનર્થ ફલ પ્રાપ્ત થયું. તેની કથા કહેતાં કહે છે કે :
અવિધિ પર પુણ્યસારની કથા
કામરૂપ નગરમાં એક ચંડાલને ત્યાં પુત્રનો જન્મ થયો. તેનું જન્મતાં જ પૂર્વ ભવના વૈરી એવા વ્યંતરે હરણ કરી તેને વનમાં મૂકી દીધો.
હવે આ બાજુ તે નગરનો રાજા બહાર ખેલવા ગયો ત્યાં વનમાં તે બાળકને જોઈને પુત્ર ન હોવાથી તેને લઈને તેનું પાલણ કર્યું (મોટો કર્યો) અને એનું પુણ્યસાર એવું નામ રાખ્યું. ક્રમે કરીને મદ ભર્યું યૌવન પ્રાપ્ત કર્યું અને તેને રાજ્ય પર બેસાડીને રાજાએ દીક્ષા લીધી. કાલ જતાં અનુક્રમે કેવળી થયા અને કામરુપ નગરે આવ્યા.
પુણ્યસાર તેમને વંદન ક૨વા માટે ગયો નગરના લોકો અને પુણ્યસારની માતા ચંડાલની પણ ત્યાં આવી લાગ્યા. રાજાને (પુણ્યસા૨ને) જોતાં જ તેના સ્તનમાંથી દૂધ ઝર્યું તે જોઈને કારણ પૂછ્યું કેવલી ભગવાને કહ્યું કે હે રાજન ! આ તારી માતા છે. મને તું વનમાં પડેલો (વનમાંથી) પ્રાપ્ત થયો છે. અર્થાત્ મને તું વનમાંથી મળેલો છે.
રાજાએ પૂછ્યું હું કયા કર્મો કરીને ચાંડાલ કુળમાં ઉત્પન્ન થયો. જ્ઞાનીએ કહ્યું પૂર્વ ભવમાં તું શ્રેષ્ઠિ હતો એક વખત તેં જિન પૂજા કરતાં ભૂમિ પર પડી ગયેલ ફૂલ નહિ ચડાવવા યોગ્ય જાણવા છતાં અવજ્ઞા પૂર્વક ચડાવ્યું તેથી તું ચાંડાલ થયો છે.
કહ્યું છે કે :- પડી ગયેલું (ફેંકાઈ, ગયેલું, ઉજિઝત) ફલપુષ્પ અથવા નૈવઘ જિનેશ્વર ભ. ને જે ચડાવે છે તે પ્રાયઃ કરીને આગળના ભવમાં નીચ ગોત્રમાં જન્મવાનું કર્મ બાંધે છે. (બાંધીને જન્મે છે)
અને પૂર્વભવમાં તારી જે માતા હતી તેણે એક વખત ઋતુ ધર્મવાળી અંશ-૪, તરંગ-૧
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (304