________________
મંત્રી બોલ્યો હે દેવી! બન્નેના ઘરે અસંખ્ય ધન છે. પરંતુ એકની આવી ભોગવિલા છે. અને બીજાને તો એનાથી ઉલ્યું છે. તેમાં શું કારણ છે ? દેવી બોલી, હે મંત્રીનું ! પૂર્વ ભવમાં કરેલા ધર્મનું જ તેમાં કારણ છે.
પૂર્વ ભવમાં આ બન્ને ભાઈઓ હતા. એક વખત ગુરુને વંદન કરવા માટે વનમાં ગયા, નાનાભાઈએ બે સાધુને પ્રાસુક અન્ન લેવાને માટે પોતાના ઘરે નિમંત્રણ આપ્યું.
- ભિક્ષાકામ થયે છતે પોતાના ઘરે આવેલા (તે સંઘાટક સાધુ) ને ભક્તિ પૂર્વક નિર્દોષ અનાદિ આહાર હોરાવ્યો તે જોઈને નાનાભાઈ ઉપર ઈર્ચા (મત્સર) ભાવને ધરતા મોટાભાઈએ ભાવ વગર પણ પોતાના ઘરે લઈ જઈને સાધુને) વહોરાવ્યું અને તે વખતે બન્ને જણા આયુષ્ય બાંધીને નિધિદેવ અને ભોગદેવ થયા.
પૂર્વમાં મત્સર (ઈર્ષા) ભાવથી દાનને આપ્યું, તે કર્મથી (કારણથી) નિધિદેવનું ધન ભોગ રહિતનું વિવેક વગરનું અને ધર્માદિ વગરનું જાણવું.
અને એ પ્રમાણે ભાવપૂર્વકના દાનથી ભાગદેવનું ધન, ભોગ, વિવેકાદિ સહિતનું જાણવું, તે સાંભળીને સંદેહ વગરનો થયેલો મંત્રી સ્વસ્થાને આવીને રાજાને સર્વ હકીકત (બીના) જણાવી.
| ઈતિ નિધિદેવ કથા પૂર્વે
જેવી રીતે નવીન પાણી પ્રાયઃ સર્વ લોકોને પીવા જેવું હોય છે. અને સ્નાન વિ. માં ઉપયોગી બને છે. પરંતુ માટીથી મિશ્રિત (ડહોળું) હોવાથી જેવું જોઈએ તેવું ગુણકારી બનતું નથી. જેવું નિર્મળ જળ બને છે. એથી જ. નિર્મળ જળમાં આનંદ માનનારા હંસો તેને દૂરથી જ ત્યજી દે છે. તેવી રીતે પ્રમાદ વિ. અવિધિ વડે અથવા પ્રમાદરૂપ અવિધિવડે કલુષિતધર્મ પ્રાયઃ સર્વ લોકો આચરે છે. પરંતુ તે તેવા પ્રકારે ગુણકર બનતો નથી. અને આત્માની જોઈએ તેવી શુદ્ધિ કરનારો પણ થતો નથી. એથી જ નિર્મલ સુખના ફલની | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | અંશ-૪, તરંગ-૨
RRRRRRRRRRRRREN
રક
REBBRABRERE:88888BERRRRRRRR