________________
પ્રભાતે ભોગદેવના ગૃહે ગયો, ત્યાં સાતમા માળે સુંદરરૂપવાળા, સુંદર વેષવાળા, દેવતાઈ આભૂષણોથી શોભતા મનુષ્યોને જોઈને આશ્ચર્ય પૂર્વક દ્વારપાળને પૂછ્યું ભદ્ર ! ભોગદેવ ક્યાં છે ? તેણે કહ્યું શું કામ છે ? મંત્રીએ કહ્યું ‘હું તેનો મહેમાન છું.’
દ્વારપાળે કહ્યું જ્યાં સુધી સ્વામિ આવે ત્યાં સુધી અહીંયા આ ભદ્રાસન ઉપ૨ બેસો, પછી થોડીવારમાં જ દિવ્ય ગંગાજલ નામના ઘોડા પર બેઠેલો, મો૨ના આકારની છત્રીથી દૂર કરાયેલા તાપ વાળો, અર્થી જનને કૃતાર્થ કરતો (દાન દેતો) બહુ પરિવારની સાથે ભોગદેવ વ્યવહારી આવ્યો અને મંત્રીને મળ્યો, અને હર્ષ પૂર્વક સ્વાગત, પ્રશ્ન (સુખશાતાદિ વગેરે) પૂછ્યા.
ત્યારબાદ પોતાના આવાસ મધ્યે લઈ જઈને પહેલાં સ્નાન, દેવપૂજા કરીને સુવર્ણના પાત્રમાં ભોજન માટે પોતાની સાથે મંત્રીને બેસાડ્યો.
સાક્ષાત્ લક્ષ્મીના રૂપજેવી દિવ્ય અલંકારોથી શોભતી એવી તેની પત્નીએ સુવર્ણ થાળીમાં પીરસેલી વિવિધ પ્રકારના રસથી યુક્ત શીતલ, સુકોમલ, સારી રીતે સંસ્કારિત કરેલી (રાંધેલી) સુંદર સ્વાદવાળી વસ્તુઓ અને છત્રીસ પ્રકારના મિષ્ટાન્ન (મીઠાઈ) આદિ જમ્યો.
ત્યારે દહીં ખાવાના સમયે બિલાડીએ બોટ્યું (ચાઢ્યું) તેટલામાં બીજાગામથી નવું દહીં આવ્યું. જમ્યા પછી કપૂરનું બીડું આપ્યું પછી આશ્ચર્યકા૨ી ધર્મકથા કરી, રાત્રીને વિષે દિવ્ય પલંગમાં તેને સુવાડ્યો, મધ્યરાત્રે પૂર્વની જેમ અવાજ આવ્યો, રે વંઠ ! ક્રિયા કુંઠ ! નિસ્સાર દહીં ખાધું, મેં નવું લાવીને તને માફ કર્યો, પરંતુ હવેથી (તારે) આમ ન કરવું. નહીં તો ઘરથી બહાર કાઢી મૂકીશ.
આ પ્રમાણે બોલતી દિવ્ય વેષ ધારણ કરેલી સ્ત્રીને જતી જોઈને મંત્રી બોલ્યો ભદ્રે ! તું કોણ છે ? આ વાણી શા માટે ? અહીંયા અને ત્યાં (બીજે) તું જ બોલી છે. તેમ માનું છું. (લાગે છે.)
તેણીએ કહ્યું બન્નેની કુલદેવી છું. રાજાના સંશયને ભાંગવાને માટે અહીંયા આવેલા એવા તમને મેં આ બધું બતાવ્યું છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (310 | અંશ-૪, તરંગ-૨