________________
મૂત્ર, ગાય, કૂતરા વિ. ના કલેવર વિ. થી ગંદાપણાથી રહિત (ગંદુ ન ) હોવાથી (ખાળના પાણીથી) કંઈક સારૂં છે.
(૨) કુભાવ - એ પ્રમાણે જીર્ણ (ગંદા) પાણીની જેમ મત્સર (ઈર્ષા) શિથિલતાદિ કુભાવ વડે કરીને દુષિત ધર્મ આ લોકને વિષે પણ અપયશનું કારણ હોવાથી દુર્ગધ અને કરનારને તેવા પ્રકારની રુચિનું કારણ ન હોવાથી દુઃસ્વાદ વાળો થાય છે. અથવા પરલોકમાં તેવા પ્રકારના નિર્મલ સુખ, સંપત્તિની પ્રાપ્તિ ન થવાથી દુઃસ્વાદુ બને છે. નિધિદેવની જેમ કેટલોક વિકાર વાળો થાય છે. પરલોકમાં કૂતરી થયેલી કુંતલા રાણીના સપત્નિ (શોક) ઉપર ઈર્ષાથી કલુષિત જિન પૂજા, જિન પ્રાસાદ બનાવવા રૂપ ધર્મની જેમ દુર્ગતિ આપવા વડે કરીને દુઃસ્વાદુ બને છે. વળી ઉછું (વિપરિત) કંઈક અશુભ કર્મબંધના કારણે તે ધર્મથી તેવા પ્રકારની આત્માની શુધ્ધિ થતી નથી. તેથી તેવા પ્રકારનો ધર્મ છોડવા યોગ્ય છે. છતાં પહેલા કહેલા મિથ્યાત્વથી કલુષિત ધર્મથી તે પણ સારો છે. ક્યારેક તેવા પ્રકારના ધર્મના અભ્યાસથી પણ વિશુધ્ધિની સંભાવના હોવાથી તે ભવમાં પણ કદાચ જાતિસ્મરણાદિ થયે છતે અથવા ભવાન્તર (બીજાભવ) માં પણ કંઈક શુધ્ધ ધર્મની પ્રાપ્તિ થવાથી વાંછિત સિધ્ધિવાળા બુધ્ધદાસ શ્રેષ્ઠિની જેમ અથવા પૂર્વે કહેલ કુન્તલા રાણી વિ. ની જેમ વળી જે ઉદાયિ રાજાના મારક વિ. નો અને અભયકુમાર મંત્રિને પકડવા માટે કપટ યુક્ત શ્રાવિકા બનેલી ગણિકાનો ચારિત્ર, અનુષ્ઠાન, દેવપૂજા વિ. ધર્મ કેવલ આ લોકની સિધ્ધિનું માત્ર કારણ બન્યું તે સર્વથા ભાવ શૂન્ય હોવાથી નિષ્ફળતાના કારણે ધર્મરૂપે ગણ્યો નથી. આવા પ્રકારનો ધર્મ જીવે અનંત વખત પ્રાપ્ત કર્યો છે પરંતુ તેનું કંઈ પણ ફલ પ્રાપ્ત થયું (કર્યું) નથી.
આપ્ત પુરુષે કહ્યું છે કે - આ સંસાર સાગરમાં ભમતાં સર્વ જીવોએ દ્રવ્યલિંગાદિ (ચારિત્રાદિ) અનંત વખત લીધા છે અને મૂક્યાં છે.
તેવી રીતે અનંત વખત જિનમંદિર, જિન પ્રતિમા જીવો પામ્યા છે. અને કરાવ્યા છે. અસમંજસ (ભાવ શૂન્ય) ના કારણે સમગ્ગદર્શનનો અંશ પણ પ્રાપ્ત થયો નથી. ઈતિ બીજી ધર્મ ભેદ ભાવના થઈ રહી
BRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRABE
RBAARBANARR33BDBERBEDA
Taaaaaaaatenata taggassasatabasazaaaaણકારાશા
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ
અંશ-૪, તરંગ-૨
હિંaaaaaaaa ##ass##############